તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ગ્રામપંચાયત આકારણી રજિસ્ટ્રર ઓનલાઈન કરતાં પહેલાં જાણ કરો

બોટાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિલકતધારકોને જાણ કરવા ધંધુકા ધારાસભ્યે જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી

સરકાર દ્વારા દરેક ગ્રામ પંચાયતનું આકારણી રજીસ્ટર ઓનલાઈન કરવા મટે ડેટા એન્ટ્રીનું કામ ચાલુ છે ત્યારે આકારણી રજીસ્ટર ઓનલાઈન કરતા પેહલા દરેક મિલકત ધારણ કરનારને તેની નોટીસ મોકલવામાં આવે અને ત્યારબાદ ઓનલાઈન કરવામાં માટે ધંધુકાના ધારાભ્ય રાજેશભાઈ ગોહિલ અમદાવાદ જીલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.

આ રજુઆતમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા દરેક ગ્રામ પંચાયતનાં આકરણી રજીસ્ટર ઓનલાઈન કરવા માટે ડેટા એન્ટ્રી કરવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં આ આકરણી પત્રક સમગ્ર ગુજરાતમાં ઓનલાઇન કરવામાં આવશે પરંતુ હાલ જે કામગીરી ચાલુ છે ત્યારે આ આકરણી પત્રક ઓનલાઈન કરતા પહેલા દરેક મિલ્કત ધારકોને કોમ્પ્યુટરરાઈઝ નકલ આપવામાં આવે અને જે મિલ્કત સંયુક્ત માલિકીની હોય તો દરેક વ્યક્તિને ગત નોટીસની બજવણી કરવી જોઈએ અને આ મિલ્કત રજીસ્ટરમાં વાંધા સૂચનો મંગાવી તેની સુનવણી કરીને ત્યારબાદ જ ઓનલાઈન કરવી જોઈએ જેથી મિલ્કત રજીસ્ટર ઓનલાઈન થતા પહેલા મિલ્કત નમ્બર, નામ, ક્ષેત્રફળ, સંયુક્ત માલિકીના કિસ્સામાં કોઈ સહ ભાગીદાર રહી નથી જતા ને તેવા વિવિધ મુદ્દાઓ સ્પસ્ટ થઇ જાય અને ભવિષ્યમાં સુધારા હુકમો કે કોઈ ભાગીદારીની મિલ્કતમાં સહ ભાગીદાર રહી નથી જતાને આ તમામ ક્ષતિની પૂર્તતા થઈ જાય છે માટે આકારણી રજીસ્ટર ઓનલાઈન કરતા પેહલા દરેક મિલકત ધારણ કરનારને તેની નોટીસ મોકલવામાં આવે અને ત્યારબાદ ઓનલાઈન કરવામાં માટે ધંધુકાના ધારાભ્ય રાજેશભાઈ ગોહિલ અમદાવાદ જીલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...