પોલીસ આયોજન:બોટાદમાં નશીલા પદાર્થની ફેરાફેરીની પોલીસને જાણ કરો

બોટાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પોલીસ દ્વારા શાળા-કોલેજોમાં ડ્રગ્સનું દૂષણ ન ફેલાય તે માટે મીટીગનું આયોજન

બોટાદ જિલ્લા પોલીસ દ્વારા શાળા-કોલેજોમાં ડ્રગ્સનું દુષણ ન ફેલાય તે માટે જાગૃતિ લાવવા બોટાદ જિલ્લામાં આવેલી શાળા, કોલેજોના આચાર્યો સાથે બોટાદ એસ.પી. હર્ષદ મહેતાએ મિટિંગ યોજી આવી શાળા કોલેજની આસપાસ કયાંય ડ્રગ્સ કે નશીલા પદાર્થોનું વેચાણ, હેરફેર, સંગ્રહ કે ઉપયોગ થતો હોય તો પોલીસને ગુપ્ત રીતે જાણ કરવા તેમજ જાગૃતિ માટે પેમ્પલેટનું વિતરણ કરવા માટે માહિતી આપી હતી.

બોટાદ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની આગેવાનીમાં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે જીલ્લામાં આવેલ કોલેજ તથા માધ્યમિક શાળાઓના પ્રિન્સીપાલો સાથે શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નશીલા પદાર્થોના વ્યસનથી દુર રહે તે માટે જરૂરી જાગૃતિ, વિશેષ કાર્યક્રમો, તકેદારી તથા કાર્યવાહિ માટે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે મીટીંગમાં પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, એચ.આર.ગોસ્વામી પો.ઇન્સ., એસ.ઓ.જી.શાખા, જિલ્લા શિક્ષણાધિકારીઓની કચેરીએથી A.E.I આઇ.ડી.ઝાપડીયા, કવિશ્રી બોટાદકર કોલેજના પ્રન્સિપાલ ડો.અનિરૂધ્ધસિંહ જે.મકવાણા, ભક્તરાજ દાદા ખાચર સરકારી કોલેજના પ્રિન્સિપાલ પ્રો.બી.જે.બોરીચા, આદર્શ વિદ્યાલયના પ્રિન્સિપાલ એસ.વી.ધાધલ, એલ.જે.ગર્લ્સ હાઇસ્કુલ પ્રિન્સિપાલ શ્રીમતિ સુકન્યાબેન એ. રામાનુજ, આદર્શ બી.એસ.સી. કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતિ શિવરંજનીબેન ગજ્જર હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...