તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માતની ભીતિ:બોટાદ રોહીશાળા-મુળધરાઇ રોડના ધોવાણ બાદ સમારકામ અધ્ધરતાલ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેફીકર તંત્રના લીધે મોટા અકસ્માતની સેવાતી ભીતિ
  • ગયા વર્ષે 10 ઇંચ વરસાદ થતાં રોડની બંને સાઇડ ધોવાઇ ગઈ હતી, જેનું સમારકામ હજુ સુધી થયું નથી

બોટાદ તાલુકાના રોહીશાળા-મુળધરાઇ નજીક 1 વર્ષ પહેલા ભારે વરસાદથી રોડનું ધોવાણ થયું હતું પણ હજુ સુધી સ્થિતિ સુધરી નથી. સમારકામ ન થતા મોટા અકસ્માતનો ભય રહેલો છે.

રોહીશાળા-મુળધરાઇ ગામ નજીક ગત વર્ષે 10 ઇંચ જેટલો અનરાધાર વરસાદ થતા રોડની બંને બાજુએ પાણી ફરી વળતા એક વર્ષ પહેલા રોડની બંને સાઇટ ધોવાઇ ગઇ હતી.રોડ વિભાગના અધિકારીઓ આ કામનો સર્વે કરી ગયા પણ હજુ સુધી કોઇ નકકર પગલા ભરવામાં આવ્યા નથી.

આ રોડની બંને સાઇટ 20 થી 25 ફુટ ઉંડી ખાઇ હોવાથી અજાણ્યા વાહન ચાલકો સહેજ પણ ગફલતમાં રહે તો મોટો અકસ્માત થવાની સંભાવના છે આ રૂટ પર અવાર નવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે પરંતું આરએન્ડબી વિભાગનું પેટનુ પાણી હલતું નથી.શરૂઆતમાં બંને સાઇટ ખરાબ છે ત્યાં ચુનાના પથ્થરો મુકવામાં આવતા સંતોષ માની આમને આમ એક વર્ષ પુરૂ કરી નંખાયું હતું. બંને સાઇટમાં જયાં જરૂર જણાય ત્યારે રક્ષક દિવાલ બનાવવાની વાત થઇ હતી તે પણ અધ્ધરતાલ છે.આ બાબત ગંભીર ગણી આ રોડની બંને ખરાબ થઇ ગયેલ સાઇટનું સમારકામ કરવામાં આવે તેવી રાહદારીઓની માંગ છે. એક વર્ષ થવા આવ્યું અને બીજું ચોમાસું પણ શરૂ થઇ ગયું હોવા છતાં હજુ સુધી માર્ગનું કામ શરૂ ન થતાં લોકોમાં રોષ વ્યાપ્યો છે. જો ઝડપથી કામ શરૂ કરવામાં નહીં આવે તો મોટો અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે. જેથી સમારકામ ઝડપથી થાય તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...