રોજગારીની તક:બોટાદ મારુતિ સુઝુકી શો રૂમ ખાતે સેલ્સ એજ્યુકેટિવ, એકાઉન્ટ,રિસેપ્સનિસ્ટની જગ્યા માટે ભરતીમેળો યોજાશે

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મારૂતી-સુઝુકીના શો-રૂમ બોટાદ ખાતેના એકમ માટે એકાઉન્ટન્ટ, રિસેપ્શનિસ્ટ તથા સેલ્સ એક્ઝીક્યુટીવની જગ્યા માટે 6 જાન્યુઆરીના રોજ ભરતી મેળો યોજાશે.

બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર 18થી 35 વર્ષની વયમર્યાદા ધરાવનાર માટે મારૂતી-સુઝુકીના શો-રૂમ બોટાદ ખાતેના એકમ માટે એકાઉન્ટન્ટ, રિસેપ્શનિસ્ટ તથા સેલ્સ એક્ઝીક્યુટીવની જગ્યા માટે ધોરણ-12 તથા સ્નાતક પાસની શૈક્ષણિક લાયકાત અને મિકેનિક તેમજ સર્વિસ એડવાઇઝરની જગ્યા માટે આઈ.ટી.આઈ ઇન ઓટોમોબાઇલ/ ડીઝલ મીકેનીક અથવા ડીપ્લોમા ઇન ઓટોમોબાઇલ/ ડીઝલ મીકેનીકની તકનિકી લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા. 06/01/2023ના રોજ સવારે 11 કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.

ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરવી. અનુંબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. રોજગાર ઈચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. નિયત ભરતીમેળામાં વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદના કોલસેન્ટર નંબર 6357390390 મારફત સંપર્ક સાધવા જિલ્લા રોજગાર અધિકારી, બોટાદની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...