પ્રશંસનીય કામગીરી:લઠ્ઠાકાંડના મૃતકના પરિવારજનોને રાશનની કિટનું વિતરણ કરાયું

બોટાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનવતા સેવા રથના સંચાલકની પ્રશંસનીય કામગીરી

બોટાદ જિલ્લાના બરવાળા ધંધુકા પંથકમાં લઠ્ઠાકાંડ સર્જાતા અનેક લોકો તેનો ભોગ બન્યા હતા.અનેક લોકોએ પરિવારનો મોભી, એક બાપે દીકરો, એક દીકરાએ પિતા, એક બહેને ભાઈ ને ગુમાવવાનો વારો આવ્યો હતો. દારૂના આ દૈત્ય એ અનેક લોકોના જીવન બરબાદ કરી નાખ્યા છે.

ત્યારે આ લઠ્ઠાકાંડમા મૃત્યુ પામનારના પરિવારજનોની સ્થિતિ અંગેનો વાસ્તવિક ચિતાર મેળવવા માનવતા સેવા રથના સંચાલક તેમજ ભાવનગર લોકસભાના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા ઉમેશભાઈ મકવાણા દ્વારા બોટાદ જિલ્લાના બરવાળા પંથકના રોજીદ ,વહીયા અને રાણપરી જેવા ગામડાઓમાં જઇ મૃતકના પરિવારજનોની મુલાકાત લઇ એક માસ ચાલે તેટલા રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું .તેમજ અતિ જરૂરીયાતમંદ પરિવારના સંતાનને દત્તક લઇ બાળક પાંચ વર્ષનો અભ્યાસ કરે ત્યાં સુધીનો તેનો શિક્ષણનો ખર્ચ ઉપાડયો હતો.

અગાઉ કોરોનાના કપરા કાળ દરમિયાન કોરોનાની મહામારી ના ડરને કારણે સગાવ્હાલા એક બીજાની નજીક જતા પણ ડરતા હતા ત્યારે પણ માનવતા સેવા રથના સંચાલક ઉમેશભાઈ મકવાણા અને તેની ટીમ દ્વારા માનવતાની મહેક પ્રસરાવી બોટાદ શહેરમાં 41 ભોજનના પોઇન્ટ ઉભા કરી આશરે ત્રણ લાખથી પણ વધારે લોકો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી .

અન્ય સમાચારો પણ છે...