આયોજન:બોટાદમાં નગરપાલિકા દ્વારા રાસ ગરબા કાર્યક્રમ યોજાયો

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14 ગ્રુપ દ્વારા પર્ફોમન્સ કરાયું : પ્રથમ વિજેતાને 11 હજાર તથા પ્રોત્સાહક ઇનામ તરીકે 1100 અપાયાં

આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત બોટાદ શહેરમાં ઓક્ટોબર માસ દરમ્યાન ઉજવણી હાથ ધરવામાં આવી છે. શહેરમાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ પરંપરાગત લોકસંસ્કૃતિનો કલાવારસો લોકો સુધી પહોચાડવા માટે આઝાદી કા અમૃત મહોત્સવની થીમ આધારિત રાસ-ગરબાના કાર્યક્રમ તા.16/10/21ને શનિવારના રોજ રાત્રીના 8.૦૦ કલાકથી 12.૦૦ કલાક સુધી જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સૌરભભાઈ પટેલ પૂર્વ કેબીનેટ મંત્રી, ગુજરાત રાજ્ય-ધારાસભ્ય, બોટાદ, ભીખુભા વાઘેલા પ્રમુખ બોટાદ જીલ્લા ભાજપ, જીવરાજભાઈ પટેલ ચેરમેન માર્કેટિંગ યાર્ડ, રાજેશ્વરીબેન વોરા પ્રમુખ, બોટાદ નગરપાલિકા, કિશોરભાઈ પાટીવાળા ઉપપ્રમુખ બોટાદ નગરપાલિકા, બળદેવભાઈ સોરઠીયા કારોબારી ચેરમેન બોટાદ નગરપાલિકા, ચંદુભાઈ સાવલિયા પ્રમુખ શહેર, ભરતભાઈ ગોહિલ સેનિટેશન ચેરમેન નગરપાલિકા, ચીફ ઓફિસર પ્રેરક પટેલ તથા વિવિધ સમિતિના ચેરમેન તથા સભ્યો, સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રાસંગિક પ્રવચન રાજેશ્વરીબેન વોરા પ્રમુખ નગરપાલિકા અને ધારાસભ્ય સૌરભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ર્યક્રમમાં કૂલ-14 ગ્રુપ દ્વારા પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું જેમાંથી પ્રથમ નંબર આવેલ રામદેવપીર મંદિરને રોકડ પુરસ્કાર તરીકે રૂ.11000, દ્વિત્ય નંબર આવેલ પાયનોનીયર ગરબા ગ્રુપને રૂ.7100, તૃત્રીય નંબર શ્રી આદર્શ બી.એડ.કોલેજને રોકડ પુરસ્કાર તરીકે રૂ.5100 તેમજ દરેક ગરબા ગ્રુપને પ્રોત્સાહિત ઇનામ તરીકે રૂ.1100 આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજન સમિતિના કિશોરભાઈ પીપાવત, દેવરાજભાઈ વાઘેલા, હરેશભાઈ ધાધલ,પ્રતિકભાઈ વડોદરિયા, નીતાબેન લાખાણી તથા સેનેટરી ઇન્સ્પેક્ટર ડી.બી.માઢક દ્વારા જહેમત ઉઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...