તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રાણપુરના તા. ગામોના તળાવો ભરવા નીતિન પટેલને રજૂઆત

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનની નાયબ મુખ્યમંત્રીને રજૂઆત

રાણપુર તાલુકાના અળઉ, અણીયાળી કાઠી અને કુંડલી ગામના તળાવો સૌની યોજના લીંક 2માથી નર્મદાના નીરથી ભરવા માટે બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ભગવતસિંહ ડાયમાએ નાયબ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.

આ રજુઆતમા તેમણે જણાવ્યુ હતુ કે રાણપુર તાલુકાના અળઉ, અણીયાળી કાઠી અને કુંડલી ગામો સંપુર્ણ વરસાદ આરાધીત ગામો છે. પાણીના આવકનો બીજો કોઇ સ્ત્રોત નથી. આ તમામ ગામોની ખેતી પણ સંપુર્ણ રીતે વરસાદ આધારીત છે. રાણપુર તાલુકાના ઘણા બધા ગામોને નર્મદાની કેનાલ તથા સૌની યોજનામાંથી પાણી મળી રહ્યુ છે.

પરંતુ અળઉ, અણીયાળી કાઠી અને કુંડલી આ ત્રણેય ગામોને સિંચાઇના કોઇ પણ લાભ મળ્યા નથી તો આ ત્રણેય ગામોના તળાવને સૌની યોજના લીંક 2 દ્વારા ભરવામા આવે તેવી રજુઆત બોટાદ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ભગવતસિંહ ડાયમાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની લેખીતમા રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...