રાણપુર પોલીસે દેરડી ગામની ભાદર નદીના કાંઠા પાસે જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે રેઇડ પાડી પૈસાની હારજીતનો જુગાર રમતા 10 જુગારીઓને રૂ. 1,11,07૦નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.ડી.કાલીયા રાણપુર પોલીસ સ્ટાફ સાથે કોમ્બીંગ ના.રા માં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે દેરડી ગામની ભાદર નદીના કાંઠે રેઈડ પાડી લાઇટના અંજવાળે જાહેરમાં બેસી ગંજીપતાના પાના વડે પૈસાનાં હાર જીતનો જુગાર રમતા 10 સકુનીઓને રૂ. 1,11,07૦નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી પાડ્યા હતા
જેમાં નરેશભાઇ મનસુખભાઇ ઘાઘરેટીયા (કો.પ) રહે.મેઘાણીનગર શેરીનં.૫ રાણપુર તા.રાણપુર જી.બોટાદ, હિમંતભાઇ શામજીભાઇ ડાભી રહે.કનારા તા.રાણપુર જી.બોટાદ, મંગળુભાઇ દડુભાઇ ખાચર રહે.બોટાદ ગાયત્રીનગર લાતીબજાર હનુમાનના મંદિર પાસે બોટાદ, સમીરભાઇ રોહિતભાઇ દરેડીયા રહે.બોટાદ, રોહિલભાઇ રાજુભાઇ માંકડ રહે.બોટાદ, રજાકભાઇ કાદરભાઇ ખંભાતી રહે. બોટાદ, પ્રતાપભાઇ જીલુભાઇ ખાચર રહે.ગાયત્રીનગર, જમાલભાઇ હાજીભાઇ સૈયદ રહે.ઢસાગામ, સુરેશભાઇ રાયસંગભાઇ મસીયાવા રહે.સુરેન્દ્રનગર, દેવાભાઇ હરજીભાઇ કાટોડીયા રહે.સુરેન્દ્રનગરને ઝડપી પાડ્યા હતા
જયારે રાધે જગમાલભાઇ ભરવાડ તા.રાણપુર, હામાભાઇ જગમાલભાઇ ભરવાડ રહે.રાણપુર, હકાભાઇ રવજીભાઇ રહે.ઢસા ત્રણેય લોકો અંધારાનો લાભ લઇ નાશી છુટ્યા હતા. રાણપુર પોલીસે કુલ 13 જુગારીઓ વિરૂદ્ધ જુગારધારાનો ગુન્હો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.