ધરપકડ:રાણપુર પોલીસે ગણતરીના દિવસોમાં કારચાલકને ઝડપ્યો

બોટાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 જૂનના રોજ લ્યુનાને ટક્કર મારતા 1નું મોત થયું હતું
  • અમદાવાદના થલતેજમાં રહેતો કારચાલક વૃદ્ધને ટક્કર મારી નાસી જતાં પોલીસે 5 દિવસમાં ઝડપી લીધો

રાણપુર ધંધુકા રોડ પર ગત તા.6 જુનના રોજ કારચાલેક લ્યૂનાચાલકને ટક્કર મારી મોત નીપજાવી ફરાર થવાની ઘટનામાં રાણપુર પોલીસે ગણતરીના દિવસોમાં આરોપી કાર ચાલકને સીસીટીવીના માધ્યમથી ઝડપી જેલના સળિાય પાછળ ધકેલી દીધો હતો. ગત તા.7 જુનના રોજ વહેલી સવારે પાંચક વાગ્યાની આસપાસ રાણપુર-ધંધુકા રોડ પર નાગનેશ ગામના પાટિયા પાસે લ્યૂના લઇને પસાર થઇ રહેલા ઘનશ્યામભાઇ અમરશીભાઇ પરાલિયા (ઉં.વ.65)ના લ્યૂનાને કોઇ અજાણ્યા કારચાલકે પાછળથી ટક્કર મારી ફરાર થયો હતો. જેમાં ઘનશ્યામભાઇનું મોત થયું હતું.

જેમાં મૃતકના દીકરાએ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના પિતા ઘનશ્યામભાઇ પરાલિયા સાળંગપુરથી લ્યૂના લઇ ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા કારચાલકે લ્યૂનાને ટક્કર મારતાં પિતાનું મોત થયું હતું. આ બનાવ અંગે રાણપુર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર થયેલા કારચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસે તમામ સીસીટીવી ફુટેજ ચેક કરતાં વાદળી કલરની ગાડી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં કારનો નંબર પણ જણાઇ આવતા પોકેટ કોપની મદદથી કાર અમદાવાદની હોવાનું બહાર આવ્યું હતું. જેથી કારના ચાલક પ્રવિણકુમાર શંભુભાઇ નાઇ (વાળંદ, ઉ.વ.38, રહે, થલતેજ) હોવાનું જણાઇ આવતા પોલીસે અમદાવાદ જઇ આરોપીની અટકાયત કરી આગવી ઢબે પૂછપરછ કરતાં આરોપી પ્રવિણકુમારે ગુનાની કબૂલાત કરતાં તેની ધરપકડ કરી કારને તપાસ માટે કબજે લેવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...