• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Ranpur Kisan Morcha Not Getting Enough Electricity On Time And The Officials Are Not Responding To The Farmers' Dissatisfaction, The Petition Was Given In The PGVCL Office.

ખેડૂતોમાં આક્રોશ:રાણપુર કિસાન મોરચા દ્વારા​​​​​​​ સમયસર પૂરતી વીજળી નહિં મળતા અને અધિકારીઓ જવાબ ન આપતા ખેડૂતોમાં નારાજગી, PGVCL કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું

બોટાદએક મહિનો પહેલા

રાણપુર કિસાન મોરચા દ્વારા સમયસર પૂરતી વીજળી નહિં મળતા અને અધિકારીઓ જવાબ ન આપતા ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે. વીજળીના પ્રશ્ને વારંવાર ખેડૂતો હેરાન પરેશાન થતા હોય છે અને આંદોલનો કરતા હોય છે. ત્યારે રાણપુર કિસાન મોરચો અને ખેડૂતોએ ગુદા ફીડરમાં પૂરતા પ્રમાણમાં વીજળી અને વારંવાર વિજકાપ મુકવા મામલે બોટાદ પીજીવીસીએલ કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું ગુંદા ફીડરમાં છેલ્લા એક અઠવાડિયાથી થ્રિ ફેજનો પાવર સવારે 5-30 થી1-30 સુધીનો સમય છે. ત્યારે હાલ આઠ કલાકના બદલે માત્ર બે કલાક જેવો પાવર મળે છે. જ્યારે આઠ કલાકની અંદર 30 થી 35 જેટલી વાર વિજકાપ મૂકવામાં આવે છે. જેના કારણે હાલ ખેડુતોને તેમના પાકને પાણી માટે વીજળી ન મળતા પાક સુકાય જવાની ભીતિ સેવાય રહી છે. તેમજ રાણપુર પીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ આ બાબતે યોગ્ય જવાબ ખેડુતો ના આપતા હોય તેવા પ્રશ્ને બોટાદ પીજીવીસીએલમાં રાણપુર કિશાન મોરચો અને ખેડૂતોએ આવેદનપત્ર આપી રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...