વિવાદ:ગઢડા મંદિરના નવા પ્રમુખ રમેશ ભગતનો આક્ષેપ, ‘ડીવાયએસપી રાજદીપ નકુમે મને લાફો માર્યો, મારી ખુરશીમાં બેસી ગયા’

ગઢડાએક વર્ષ પહેલા
ડીવાયએસપીએ લાફો માર્યાનો રમેશ ભગતનો આક્ષેપ - Divya Bhaskar
ડીવાયએસપીએ લાફો માર્યાનો રમેશ ભગતનો આક્ષેપ
  • સીસીટીવી મેળવ્યા બાદ અમે આઈ જીને લેખિત અરજી કરીઃ એસ.પી.સ્વામી

ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં તાજેતરમાં પ્રમુખ તરીકે રમેશ ભગતની નિમણૂંક કરવામાં આવી હતી. રમેશ ભગતે ચાર્જ પણ લીધો હતો અને લોકો તેમને શુભકામના પાઠવવા આવતા હતા. એ દરમિયાન ડીવાયએસપી રાજદીપ નકુમ ત્યાં પહોંચ્યા હતા. તેમણે રમેશ ભગતને ખુરશીમાં ઉભા કરીને લાફો માર્યો હતો અને પોતે ચેરેમનની ખુરશીમાં બેસી ગયા હતા. બનાવ બાદ બહાર લઇ જઇ ગાળો બોલ્યા હોવાનો આક્ષેપ રમેશ ભગત કરી રહ્યાં છે.

ટ્રસ્ટની 21 કરોડની મેટર માટે બેઠક કરાઈ હતી
ગઢડા સ્વામિનારાયણ મંદિર ખાતે ઘણા સમયથી એસ.પી.સ્વામી ગ્રૂપ અને અન્ય ગ્રૂપ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે ટ્રસ્ટની 21 કરોડની મેટર માટે ટ્રસ્ટીઓની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન આ પ્રકારનો બનાવ બન્યો હતો.

સમગ્ર બનાવના સીસીટીવી મેળવ્યા બાદ અમે આઈ જીને લેખિત અરજી કરી
સમગ્ર બનાવના સીસીટીવી મેળવ્યા બાદ અમે આઈ જીને લેખિત અરજી કરી

ઓફિસમાં આવી મને ખુરશી પરથી ઉઠાવી બહાર લઇ ગયા
રમેશ ભગતે જણાવ્યું હતું કે, 6 ડિસેમ્બર, રવિવારના રોજ અમારી મીટિંગ યોજાઈ હતી. જેમાં તમામ ટ્રસ્ટીઓએ મને ચેરમેન તરીકે નિમણૂંક આપી હતી. આખો દિવસ સન્માન કાર્યક્રમ ચાલી રહ્યો હતો. સાંજે 8 વાગ્યે ડીવાયએસપી રાજદિપ નકુમ ગઢડ મંદિરમાં ચેરમેનની ઓફિસે આવ્યા હતા અને મને ખુરશી પરથી ઉઠાવીને મને બહાર લઇ ગયા હતા અને ગાળો આપી હતી. મને માર માર્યો હતો.

કાયદાની રૂએ નિમણૂંક આપી હતી
રવિવારે બનેલા બનાવ અંગે એસ.પી.સ્વામીએ આજે જણાવ્યું હતું કે, અમે ટ્રસ્ટીઓને બોલાવ્યા હતા, પરંતુ તે આવ્યા ન હતા. ત્યારબાદ બીજી વખત અમે મીટિંગ માટે બોલાવ્યા હતા ત્યારે પણ તેઓ આવ્યા ન હતા. જેથી કાયદાની રૂએ ત્યાં હાજર ટ્રસ્ટીઓએ નક્કી કરીને રમેશ ભગતને નિમણૂંક આપી દીધી હતી. આ બધુ ચાલી રહ્યું હતું ત્યારે લોકો મળવા આવી રહ્યાં હતા. .

ડીવાયએસપી પોતે ચેરમેનની ખુરશીમાં બેસી ગયા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડીએસપી હર્ષદ મહેતાની સૂચનાથી ડીવાયએસપી રાજદિપ નકુમ ત્યાં આવ્યા હોવાનું મને લાગી રહ્યું છે. તેઓ ત્યાં આવીને રમેશ ભગતને ખુરશીમાં ઉભા કરીને લાફો મારી દીધો અને પોતે ચેરમેનની ખુરશીમાં બેસી ગયા હતા. આ સમગ્ર બનાવના સીસીટીવી મેળવ્યા બાદ અમે આઈ જીને લેખિત અરજી કરી છે.

અન્ય સમાચારો પણ છે...