તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રાયકા ગામને ગ્રાન્ટ ન મળતાં RTI કરી ફાળવણીની માહિતી મગાઇ

બોટાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધંધુકા તાલુકા પંચાયત સદસ્યના પતિ દ્વારા RTI કરી તાલુકામાં ફાળવણી કરેલી ગ્રાન્ટની માહિતી માગી

ધંધુકા તાલુકા પંચાયત દ્વારા તાલુકા આયોજનની ગ્રાન્ટમાંથી ધંધુકા તાલુકાના 43 ગામડાઓ માથી 42 ગામોમા આયોજન ગ્રાન્ટની ફાળવણી કરી છે માત્ર રાયકા ગામને આ ગ્રાન્ટ ફાળવણીમાંથી બાકાત રાખતા તાલુકા સદસ્યના પતિ દ્વારા ધંધુકા ટી.ડી.ઓ. પાસે આર.ટી.આઇ. કરી જુદા જુદા મુદ્દાની માહિતી માંગી.

ધંધુકા તાલુકામા 43 ગામડાઓ આવેલા છે આ 43 ગામડાઓમાથી ધંધુકા તાલુકા પંચાયત દ્વારા આયોજનની ગ્રાન્ટ 42 ગામડાઓમા આપવામા છે જ્યારે ધંધુકા તાલુકાના રાયકા ગામને આ આયોજનની ગ્રાન્ટમાંથી બાકાત રાખતા ગામ લોકો કહિ રહ્યા છે કે ગ્રાન્ટ ફાળવવામા અમારા ગામ પ્રત્યે અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા ઓરમાયુ વર્તન રાખવામા આવ્યુ છે.

જેના લીધે તાલુકા પંચાયતના સભ્ય અને ખડોળ સીટના ઉમેદવારના પતિ વિજયસિંહ ભુપતસિંહ બારડ દ્વારા ધંધુકા તાલુકા વિકાસ અધિકારી પાસે આર.ટી.આઇ. કરીને જુદા જુદા મુદ્દાની માહિતી માંગી છે. જેમા તાલુકા આયોજનની ગ્રાન્ટ ફાળવણી કઇ રીતે કરવામા આવે છે ?, આ ગ્રાન્ટ ફાળવણી કરવાની કોની જવાબદારી છે?, તાલુકા આયોજનમાં ગ્રાન્ટની રકમ કોને કેટલી ફાળવણી કરવામા આવી છે ?, તાલુકા આયોજનની ગ્રાન્ટ ફાળવણી કરવામા તાલુકા સદસ્યને જાણ છે કે વિશ્વાસમા લેવામા આવ્યા છે કેમ ?, તાલુકા આયોજનમા અમુક ગામોને ગ્રાન્ટ વધારે કેમ આપી છે અને ઓછી આપવાનુ કારણ, તાલુકા આયોજનની કોપી આપવી અને ધંધુકા તાલુકાના રાયકા ગામને કેમ ગ્રાન્ટ આપવામા આવી નથી જેવી માહિતી આર.ટી.આઇ. કરી દિન 30મા માહિતી આપવા જણાવ્યુ છે. ગ્રાન્ટના અભાવે ગામનો વિકાસ અટકી ગયો છે. માટે RTI કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...