તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:બોટાદમાં ગ્રામ્ય વિસ્તારની એસટી બસો ફરી શરૂ કરવા લોકમાંગણી

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીના કારણે બંધ કરેલા ગ્રામ્યના રૂટો ફરી શરૂ કરવા માંગ
  • એસટી બસ કોરોનાના બહાને ચાલુ કરવામાં આવતી નથી જ્યારે ખાનગી વાહનોમાં બેફામ મુસાફરો ભરી મસાફરી કરાવતા હોવાથી જીવને જોખમ

કોરોના મહામારીમા સંક્રમણ વધે નહિ તે માટે ગ્રામ્ય વિસ્તારની એસ.ટી. બસો બંધ કરવામા આવી હતી છે. જે ફરી શરૂ કરવા ન આવતા ગ્રામ્ય પંથકની એસ.ટી. બસ શરૂ કરવામા હજી સુધી નથી આવી જેને લઇ ગામડાના લોકો મુસાફરી કરવામા મુશ્કેલી ભોગવી રહ્યા છે જેને લઇ તાત્કાલીક ધોરણે ગામડાની એસ.ટી.બસ શરૂ કરવામા આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.

કોરોના મહામારીના કારણે સંક્રમણ વધે નહી તે માટે ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારની એસ.ટી.બસો એ.ટી.નીગમ દ્વારા બંધ કરવામા આવી છે. ગુજરાતની મોટા ભાગની વસ્તી ગ્રામ્ય વિસ્તારમા રહેતી હોવાથી ગામડામાથી દવાખાના, બેંક, સ્કૂલ, કોલેજ કે ખરીદી કરવામા ગામના લોકોને શહેરમા જવુ પડે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારની એસ.ટી. બસો બંધ હોવાથી આ લોકોને પ્રાઇવેટ વાહનોમા જવુ પડે છે. . જ્યારે પ્રાઇવેટ વાહનો વાળા આ તકનો ગેરલાભ ઉઠાવી મુસાફરો પાસેથી ભાડુ વધારે લઇ રહ્યા છે. જેના લીધે લોકોને કોરોના મહામારી લીધે આર્થિક નુકશાન થયુ છે ત્યારે પ્રાઇવેટ વાહનોવાળા મુસાફરો પાસેથી બે ફામ ભાડુ લેતા હોવાથી લોકોને પડવા ઉપર પાટુ મારવા જેવી સ્થીતિ સર્જાય છે માટે ગામડાની એસ.ટી. બસો વહેલીતકે શરૂ કરવામા આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

કોરોના મહામારી ને લીધે લોકડાઉનના પગેલ ગામડાની એસ.ટી.બસો તંત્ર દ્વારા બંધ કરવામા આવી છે જેનો લાભ પ્રાઇવેટ વાહનોવાળા લઇ રહ્યા છે. એસ.ટી.બસ બંધ હોવાથી ગામડાના મુસાફરો પાસેથી પ્રાઇવેટ વાહનોવાળા બે ફામ વધુ ભાડા લઇ રહ્યા છે. ત્યારે વહેલી તકે એસ.ટી.બસ શરૂ કરવામા આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...