પેન ડાઉનની ચીમકી ઉચ્ચારી:બોટાદમાં વાસમો કર્મચારીઓનું વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન

બોટાદ25 દિવસ પહેલા

બોટાદ જિલ્લાની વાસમો કચેરી શહેરમાં આવેલ યોગીનગરમાં છે જ્યાંના કર્મચારીઓ તેમના વિવિધ પડતર પ્રશ્નો 2002થી રજૂઆત કરતા આવી રહ્યાં છે. આટલી રજૂઆત છતાં આજદિન સુધી તેમની માંગો પુરી કરવામાં આવેલ નથી. જે મામલે કચેરી ખાતે અધિકારી અને કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો અને આગામી દિવસોમાં વધુ વિરોધ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

વાસમોની જે પડતર માંગણીઓ છે જેમ કે, કર્મચારીગણને નિયત લાભ આપવામાં આવતા નથી. સાથોસાથ સરકારી વિભાગમાં કાર્યરત કર્મચારીઓની જેમ જ સમાન કામ સમાન વેતન મુજબના લાભ, કામગીરી સતત હોવાથી તેમને નિયમિત કર્મચારી ગણવા, પી.એફ.નો લાભ સહિતની માંગણીઓ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પેન ડાઉન, માસ સી.એલ. પર ઉતરી જવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.

અન્ય સમાચારો પણ છે...