બોટાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન છે, ત્યારે બોટાદ પ્રાંત અધિકારી દ્વારા શહેરના મુખ્યમાર્ગ પર કરાયેલ ગેરકાયદેસર લારી-ગલા દૂર કરતા બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ કોંગી ધારાસભ્ય રાજેશ ગોહિલની આગેવાનીમાં અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.
બોટાદ જિલ્લામાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. ત્યારે પ્રાંત અધિકારી દિપક સતાણીના માર્ગદર્શન હેઠળ બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતની અલગ-અલગ ટિમો દ્વારા શહેરના મુખ્યમાર્ગ પર ગેરકાયદેસર રીતે દુકાન આગળના માંડવા, જાહેરાતના બોર્ડ કે લારી ગલા હટાવવાની કામગીરી કરવામાં આવેલ. જેના વિરુદ્ધમાં આજે બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશ મેર તેમજ રાણપુર ધંધુકા કોંગી ધારાસભ્ય રાજેશ ગોહિલની આગેવાનીમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક કલેકટરને આવેદનપત્ર આપવામાં આવેલ. અને શહેરમાં ટ્રાફિક સમસ્યા માટે પાર્કિંગ વગરના ગેરકાયદેસર પાકા બાંધકામ વાળા શોપિંગો દૂર કરવામાં આવે તેમજ લારી ગલા વાળા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી રજુવાત સાથે હાલ ધંધા રોજગાર ન હોય ભરણ પોષણની વ્યવસ્થા કરવા રજુવાત કરવામાં આવી હતી.
આવેદનપત્ર બાદ શહેરના ગેરકાયદેસર પાકા બાંધકામ દૂર થશે ખરા?
બોટાદ શહેરમાં દિવસે ને દિવસે હાઈ રાઇજ શોપિંગ મોલ તેમજ શોપિંગ સેન્ટરો બની રહ્યા છે. ત્યારે નિયમ મુજબ પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ પણ તેમ છતાં વગર પાર્કિંગના અનેક શોપિંગો હોવા છતાં માત્રને માત્ર ભૂતકાળમાં નોટિસો આપવામાં આવેલ પણ બાદમાં કોઈ કામગીરી નહિ. ત્યારે સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે શું ટ્રાફિક નિવારણ માટે ગેરકાયદેસર બાંધકામ વાળા પાકા શોપિંગ પણ જવાબદાર હોય કોઈ કાર્યવાહી થશે કે કેમ?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.