વિરોધ:બોટાદમાં રેલવે કોલોનીમાં 90 જુનું મંદિર તંત્ર દ્વારા તોડી નાખતા વિરોધ

બોટાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંદિર નડતરરૂપ ન હોવા છતાં તંત્ર દ્વારા તોડી નાખતા સ્થાનિક રહીશો અને વિશ્વ હિંદુ પરિષદનાં કાર્યકરોમાં તંત્ર સામે ઉગ્ર રોષ ફેલાયો

બોટાદ રેલ્વે કોલોની પાસે આવેલ રેલ્વે કર્મચારીઓના પરિવારનાં આસ્થાના પ્રતિક સમાન આશરે 90 વર્ષ જુનું મહાકાળીમાનું મંદિર સ્થાનિક રેલ્વેનાં ઈ.એન. અધિકારી અને આઈ.ઓ.ડબલ્યુ ઓફીસનાં કર્મચારી દ્વારા કોઇપણ પ્રકારની નોટીસ આપ્યા વિના તોડી નાખતા વિશ્વ હિંદુ પરિષદ અને રેલ્વે કોલોનીનાં રહિશોમાં રેલ્વે તંત્ર વિરૂદ્ધ રોષ ફેલાયો છે અને આ મંદિર ફરીથી બનાવી આપવા માટે જનરલ મેનેજર વેસ્ટર્ન રેલ્વે ચર્ચગેઇટ મુંબઈ ખાતે રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવ્યું હતું કે બોટાદમાં રેલ્વે કોલોની પાસે આવેલ શ્રી મહાકાળી માતાજીનું વર્ષો પુરાણું મંદીર રેલ્વે સત્તાવાળાઓએ કોઈપણ પ્રકારની નોટીસ આપ્યા વિના તોડી નાખ્યું છે. આ મંદીર કોઈને નડતર રૂપ ન હોવા છતાં તોડી નાખવામાં આવ્યું છે. આ મંદીરમાં ચોમાસામાં પાણી ભરાતું હતું એટલે સ્થાનિક રેલ્વે પરિવારો તથા બાળકોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી 2 ફૂટ ઊંચું કરવાનું નક્કી કર્યું છે અને તેનો જીર્ણોધ્ધાર કરતા હતા.

રેલવેના કર્મચારીનાં માતા, બહેનો અને પત્નીઓને, બાળકોને દુર દર્શન કરવા જવું પડે નહી તે માટે વર્ષોથી અહી આ મંદિર બનાવવામાં આવ્યું છે. તે રેલ્વે કર્મચારીઓની તથા બોટાદ શહેરની તેમજ સમગ્ર દેશની જનતાનું આસ્થાનું પ્રતિક છે.

આ મંદીર તા.16/11/21નાં રોજ સવારે 9.00 થી 10.00 વચ્ચે રેલ્વે ઈ.એન અને આઈ.ઓ.ડબલ્યુ ઓફીસના અધિકારીઓ મોટા પોલીસનાં કાફલા સાથે આવીને કોઇપણ જાતની નોટીસ વગર કે જાણ કર્યા વગર તોડી નાખવામાં આવ્યું છે અને રેલ્વેનાં અધિકારીઓ દ્વારા સ્થાનિક લોકો સાથે અભદ્ર ભાષામાં વાત કરતા હતા અને આ મંદિરે કાઢીને અહી કચરા પેટી મુકવી છે તેવું કહેતા હોવાથી લોકોમાં અને વિશ્વ હિંદુ પરિષદમાં રેલ્વે તંત્ર સામે રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...