• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Prohibition Of Entry Of Fraudulent ISMOs On The Pretext Of Providing Work To Applicants In Botad ARTO, 60 Days Notification Will Remain In Force

એજન્ટરાજ રોકવા પહેલ:બોટાદ ARTOમાં અરજદારોને કામ કઢાવી આપવાના બહાને છેતરતા ઈસમોના પ્રવેશ પર પ્રતિબંધ, 60 દિવસ જાહેરનામું અમલમાં રહેશે

બોટાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદની એ.આર.ટી.ઓ કચેરીમાં અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કઢાવી આપવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃત્તિ કરી રહેલા ઈસમોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મુકેશ પરમારે સત્તાની રૂએ બોટાદ શહેરમાં આવેલ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (એ.આર.ટી.ઓ.)માં પોતાના સરકારી કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વાજબી કામ આવેલા હોય તે સિવાયના અનધિકૃત ઈસમો કે તેમની ટોળીને કચેરીમાં આવવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃત્તિ કરી રહેલ ઇસમોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતું ઉક્ત જાહેરનામું પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ જાહેરનામું પ્રકાશિત થયાની તારીખથી 60 દિવસ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. "જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ ફોજદારી પગલા લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારી તથા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...