ધમકી:નાગલપર મેલડી મંદિરનાં પૂજારી, 2 સેવકને ધમકી

બોટાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 લોકોએ અગાઉની પોલીસ ફરિયાદની દાઝ રાખી માર મારી જાનથી મારી નાખવાની ધમકી

બોટાદ તાલુકાના નાગલપર ગામે આવેલા મેલડી ધામ મંદિરેનાં ગેઈટ પાસે મોટર સાઈકલ મુકવા બાબતે મંદિરનાં પૂજારીને મુકેશ કાનજીભાઈ મકવાણા અને અશ્વિન ઘનશ્યામભાઈ મકવાણા સાથે માથાકૂટ થતા પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી જે બાબતનુ મંન દુઃખ રાખી તા. 1/10/21નાં રોજ પાંચ લોકોએ મેલડી ધામના પૂજારી અને બે સેવકોને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ તાલુકાના નાગલપર ગામે આવેલ મેલડીધામ ખાતે સેવાપૂજા કરતા પૂજારી શકરાભાઈ ઉર્ફે ઉકાબાપુ જોયતાભાઈ પ્રજાપતિ (ઉ.વ. 60) તા.1/10/21નાં રોજ સાંજે આશ્રમ ખાતે સેવકો વિજયભાઈ બાબુભાઈ ગઢાદરા અને મિલન બાબુભાઈ ગઢાદરા આશ્રમમાં હતા તે દરમિયાન નાગલપર ખાતે રહેતા મુકેશ કાનજી મકવાણા, અશ્વિન ઘનશ્યામ મકવાણા, ઘનશ્યામ કાનજી મકવાણા, વિજય મુકેશ મકવાણા હાથમાં ધારિયા અને પાઈપો લઈને આવીને શકરાભાઈ પ્રજાપતિને, વિજયભાઈ બાબુભાઈ અને મિલનભાઈને આડેધડ માર મારી હાથ પગમાં ફેકચર થતા બોટાદને સોનાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બોટાદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...