કાર્યવાહી:રાણપુર ગ્રામ પંચાયતની ગૌચર જમીન પરનાં દબાણો દૂર કરાશે

બોટાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 38 દબાણકારોને સ્વૈચ્છિક દબાણો દૂર કરવા રાણપુર ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ફટકારવામાં આવી

રાણપુર ગ્રામ પંચાયતની ગૌચરની જમીન ઉપરના દબાણો દુર કરવા રામાભાઇ વજેકરણભાઇ ગાંગડીયા અને સમસ્ત માલધારી સમાજે હાઇકોર્ટમાં રિટ કરેલ જેને લઇ રાણપુર ગામ પંચાયતને બોટાદ કલેકટરે મૌખીક સૂચના આપતા તે અનુસંધાને રાણપુર ગ્રામ પંચાયત ખાતે તાત્કાલિક આ પ્રશ્ન બાબતે સામાન્ય સભા તા,10/5/22ના રોજ રાણપુર ગ્રામ પંચાયતની કચેરીમાં બોલાવવામાં આવી હતી.

જેમાં સર્વોનુમતે તા.20/5/22 ના રોજ આ દબાણો દૂર કરવા નિર્ણય લેવામા આવ્યો છે જેની જાણ એક નકલ થી તાલુકા વિકાસ અધિકારી રાણપુર, કલેકટર બોટાદ, જિલ્લા વિકાસ અધિકારી બોટાદ, પ્રાંત બરવાળા, અને રાણપુર મામલતદારને કરવામાં આવી છે. આ ગોચરની 1500 વીઘા જમીન ઉપરનું દબાણ દૂર કરવા 59 પૈકી 38 દબાણકારોને સ્વેચ્છિક દબાણો દુર કરવા રાણપુર ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...