તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘના પ્રમુખ દ્વારા CMને રજૂઆત

બોટાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારીઓની માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શનની ચીમકી પણ ઉચ્ચારાઇ

મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈ મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંઘનાં પ્રમુખ રાજેન્દ્રસિંહ બી. ચુડાસમા દ્વારા તા. 4/9/21 નાં રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી હતી અને જો કમર્ચારીઓની માંગણીઓ નહિ સંતોષાયતો આગામી દિવસોમાં વિરોધ પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી હતી.

આ રજુઆતમાં જણાવ્યું હતું કે 1984 થી સરકારની પોતાની મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતા સંચાલક રસોઈયા અને મદદનીશોની શ્રમ કાયદા મુજબના લાભો ઉપલબ્ધ કરવા માટે જુદી જુદી માંગણીઓ જેવી કે શ્રમ કાયદા મુજબ અસંગઠિત વર્કરોમાં નોંધાયેલા સંચાલક, રસોઈયા અને મદદનીશો રોજિંદા 5-7 કલાક કામ કરે છે. તેમનું શ્રમ કાયદા મુજબ રૂ. 284 દૈનિક વેતન અને નિશ્ચિત બોનસ નિયમોનુસાર સુનીચ્ચિત કરવા, ઇન્ટરવ્યુ લઈને નિમણૂંક આપવી, આ યોજનાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર સંચાલકોને કાયમી કર્મચારીઓ સમકક્ષ લાભો આપવામાં આવે.

આ યોજનામાં કામ કરતા અને અસંગઠિત ક્ષેત્રનાં વર્કરો તરીકે ગુજરાત સરકારનાં શ્રમ અને રોજગાર મંત્રાલયમાં નોંધાયેલા મધ્યાહન ભોજન યોજના કામદારોને લધુતમ વેતન સુનીચ્ચિત કરી આપવામાં આવે, કોરોના કાળ દરમિયાન સરકારી હુકમો મુજબ કોવિડ -19 અંતર્ગત કામગીરી બજાવતા આ યોજનાના 18 સંચાલક મિત્રોને કોરોના સંક્રમિત થતા મૃત્યુ થયું છે. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ 11 માસના કરાર આધારિત આ યોજના કર્મચારીઓના પરિવારોને 25 લાખની સહાય તાત્કાલિક આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...