આવેદન:રાણપુરમાં જૂની પેન્શન યોજના ચાલુ કરવા સહિતના પ્રશ્નોની રજૂઆત

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેન્શનર મંડળ દ્વારા આવેદન આપી રજૂઆત કરાઈ

નવી પેન્શન યોજના બંધ કરી જૂની પેન્શન યોજના ચાલુ કરવા અને પેન્શન યોજના સંબંધી અન્ય પ્રશ્નોને લઇ રાણપુર પેન્શન મંડળ દ્વારા મુખ્યમંત્રીને સંબોધિ રાણપુર મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. આ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે 7/12/21 ના રોજ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાએ કલેક્ટરને ઉદ્દેશીને પેન્શન બાબતે આવેદનપત્ર આપ્યુ હતુ.જે રજૂઆતની આજ દીન સુધી કોઇ પણ હકારાત્મક પ્રત્યુત્તર મળ્યો નથી.

2022ની વિધાનસભાની ચુંટણી પહેલા અમારા જુદાજુદા પ્રશ્નો બાબતે હકારાત્મક ઉકેલ આપવા માગ. જેમાં કેંદ્ર સરકારના ધોરણે તબીબી ભથ્થા માસિક રૂ.300ના બદલે રૂ.1000 ચૂકવવા બાબતે સાતમા પગાર પંચમાં સચિવોની સમિતિના ફાઇનલ અહેવાલ મુજબ 2.97% પેન્શનમાં જોડાણ કરી ચુકવણી કરવા, રાજ્યના સરકારના પેન્શનરોના 40% પેન્શનનું મુડીકુત રૂપાંતર કરાયે છે.

પેન્શનરોનું થતું આર્થિક નુકસાન માટે 15 વર્ષને બદલે સમયગાળો 10 વર્ષ કરવા અથવા વ્યાજની ટકાવારી જાહેર કરવી, વર્ષ 2014 થી અમલમાં આવેલ નવી પેન્શન યોજના બંધ કરી જુની પેન્શન યોજના લાગુ કરવી, હાલમાં અમલી 80 વર્ષ પછી પેન્શન વધારાની ફોર્મ્યુલામાં પરિવર્તન કરવુ, પેન્શન એ આવક નથી માટે તમામ પેન્શનરોને આવકવેરામાંથી મુક્તિ આપવી, પેન્શનરની આધિત, અપરણિત દીકરી ત્યક્તા વિધવાને આજીવન પેન્શન આપવું, વન રેન્ક વન પેન્શન સ્કીમ મુજબ પેન્શન ચુકવણીની વ્યવસ્થા ગોઠવવી, રાજ્યના “ પેન્શન સલાહકાર સમિતિ” ની રચના કરવામાં આવે,

કર્મચારીઓ ૩૦ જુનના રોજ નિવૃત થયા છે તેમને1 જુલાઇના રોજ મળતો ઇજાફોનો લાભ અપાય, કેંદ્રના ધોરણે મોંઘવારી ભથ્થુ સમયસર આપવા આવે રાજ્ય સરકારના કર્મચારીઓ જે નામદાર કોર્ટમાં નિર્દોષ જાહેર થયા પછી પેન્શનરોને મળવાપાત્ર તમામ લાભો સમય મર્યાદામાં આપવામાં સહિતના પ્રશ્નો બાબતે વહેલા-ઉકેલ નહી આવે તો અમારે પેન્શનરોએના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.જેની તમામ જવાબદારી સરકારની રહેશે.

અન્ય સમાચારો પણ છે...