તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પોલીસ પ્રોટેક્શન નહીં મળતા જાળિલા ગામના સરપંચની પરિવાર સાથે હિજરત કરવાની તૈયારી

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સરપંચના પતિની ગામમાં હત્યા થઇ હતી

રાણપુર તાલુકાના જાળીલા ગામના સરપંચ ગીતાબેન સોલંકીના પતિની ગામના જ કાઠી સમાજના લોકોએ હત્યા કરી કરતા સરપંચ પરીવારને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યુ હતું. પરંતુ થોડા સમય બાદ પ્રોટેક્શન હટાવી લેતા આ પરિવારે વારંવાર એસ.આર.પી. રક્ષણ માટે રજુઆતો કરવા છતા આજ દિન સુધી રક્ષણ ન મળતા બે દિવસમાં રક્ષણ નહીં મળે તો ગામમાંથી હિજરત કરશે તેવી ગૃહમંત્રીને લેખીતમા રજુઆત સરપંચના પુત્ર તુષારભાઇ સોલંકીએ કરી છે.

આ રજુઆતમા જણાવ્યુ હતુ કે તારીખ 15 માર્ચના રોજ અમારા પરિવારે મામુહિક હિજરત કરવા બાબતની અરજી કરી હતી જે વખતે અમોને હિજરત કરવા દીધી ન હતી ત્યારબાદ 1 એપ્રિલના રોજ અરજી કરી હતી પરંતુ તે વખતે પણ લેખિત સમજ આપી અને હિજરત કરશો તો તમારી ઉપર ગાંધીનગર પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે આવી નરમ ભાષામાં ધમકી આપી હતી અને જણાવ્યુ હતુ કે ગૃહવિભાગ માંથી એસ.આર.પી.રક્ષણ બાબતે હકારાત્મક હુકમ થયે છે હાલ હિજરત ન કરો આમ બે બે વખત હિજરત કરતા અટકાવ્યા છે.

અમારો પરીવાર જાળીલા ગામે ડરના ઓથાર હેઠળ જીવીએ છીએ આરોપીઓ ને સ્થાનિક પોલીસનો કોઈપણ પ્રકાર નો ડર નથી હાલ સ્થાનિક પોલીસ બંદોબસ્ત હોવા છતાં આરોપીએ ગુન્હો કર્યો છે જે બાબતે રાણપુર પોલીસ સ્ટેશન ખાતે એફ.આઈ.આર પણ દાખલ કરવામા આવી છે આરોપીઓ અમારા ઘર પાસે થી વારંવાર નીકળે છે અને અમારા પરિવારની રેકી કરે છે તેથી અમોને ડર છે કે મારા પિતાની હત્યા થઇ એમજ અમારી પણ હત્યા ગમે ત્યારે આછે.

અમે વારંવાર અરજી કરીને થાકી ગયા છીએ હવે અમે અરજી કરવા માંગતા નથી આ અમારી છેલ્લી અરજી છે અમારા પરિવારને દિન-2માં રક્ષણ ફાળવવામાં નહિ આવે તો અમે સહ પરિવાર જાળીલા ગામેથી હિજરત કરી ચાલ્યા જઈશું અને પુન: વસવાટ કરીશું નહિ જેની જવાબદારી અધિકારીની રહેશે.

અન્ય સમાચારો પણ છે...