• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • Pratap Dhandhal Was Elected Unopposed In Botad Taluka Purchase And Sale Association, Assured To Do Other Works Including Fertilizer For Farmers.

સર્વાનુમતે ચેરમેનની વરણી:બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં પ્રતાપ ધાંધલની બિનહરીફ વરણી કરાઈ, ખેડૂતોના ખાતર સહિતના અન્ય કામો કરવાની ખાતરી આપી

બોટાદએક મહિનો પહેલા

બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે પ્રતાપ ધાંધલની સર્વાનુમતે પસંદગી કરાઈ હતી. ચૂંટણી અધિકારીએ ચેરમેનની ચૂંટણીને લઈ વિગત આપી હતી. તો પ્રતાપ ધાંધલે સૌ લોકોનો આભાર માની ખેડૂતોના હિત માટે કામ કરવાની ખાતરી આપી હતી.

બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે બચુ મિયાણી હતા. જેમની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતાં આજે બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘની ઓફિસ ખાતે નવા ચેરમેન માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં બોટાદ પ્રાંત અધિકારી ચૂંટણી અધિકારી તરીકે હાજર રહ્યાં હતા. જેમાં કુલ 12 સભ્યો દ્વારા સર્વાનુમતે પ્રતાપ ધાંધલને ટેકો આપતા બિનહરીફ ચેરમેન તરીકે ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરવામાં આવ્યાં હતા.

બોટાદ તાલુકા ખરીદ વેચાણ સંઘના નવનિયુક્ત બિનહરીફ વિજેતા પ્રતાપ ધાંધલને સંઘના ડિરેક્ટરો દ્વારા ફુલહાર પહેરાવી શુભેચ્છા આપવામાં આવી હતી. તો પ્રતાપ ધાંધલ દ્વારા પણ ચેરમેન તરીકે બિનહરીફ વિજેતા જાહેર કરવા બદલ તમામનો આભાર માન્યો ​​​​​​​હતો. ખેડૂતોના ખાતર સહિતના તમામ પ્રસન્ન પણ ધ્યાન આપવાની મીડિયાને આપી માહિતી.

અન્ય સમાચારો પણ છે...