તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોટાદ નગરપાલિકાની ચુંટણી આગામી દિવસોમાં યોજાવાની છે ત્યારે નગરપાલિકાની ચુંટણી લડવા માટે ભાજપ અને કોગ્રેસ બંને પક્ષમાંથી દાવેદારી કરવાનો રાફડો ફાટ્યો છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં ચૂંટાયેલા નગરપાલિકાના સભ્યો દ્વારા શહેરના વિકાસ માટે કેવી કામગીરી કરીએ તેવા અનેક સવાલો સાથેની પોસ્ટ હાલ સોશ્યલ મિડીયામાં વાઈરલ થઇ છે. ત્યારે આગામી દિવસોમાં નગરપાલિકાની ચુંટણીમાં આ પોસ્ટ ને લઈ મતદારોનો મિજાજ કેવો રહેશે તે આવનાર દિવસોમા જાણવા મળશે.
ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી યોજાશે જેમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીનો સમાવેશ થાય છે. તેમા બોટાદ નગરપાલિકાની 44 બેઠકો માટે પણ ચુંટણી યોજાશે ત્યારે બોટાદ નગરપાલિકાની ચુંટણી પહેલા હાલ સોશ્યલ મીડિયામાં જાગૃત નાગરીક દ્વારા પોસ્ટ વાઈરલ થઇ રહી છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં ચૂંટાયેલા સભ્યો દ્વારા શહેરના વિકાસ માટે શું કર્યું. શહેરમાં શું એકપણ ગાર્ડન છે? શું બોટાદના રસ્તાઓ સારા છે.
ગટરના પાણી માટે યોગ્ય નિકાલ વ્યવસ્થા છે. અંન્ડર બ્રીજની કામગીરી કયારે પૂરી થશે. શાકમાર્કેટની ઝવેરી ઝીન પાસે વ્યવસ્થા ક્યારે થશે. આવા અનેક સવાલો સાથેની અનેક પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાઈરલ થઇ છે. તેમજ કોરોનાના સમય આ નગરપાલિકાના સભ્યો ક્યાં હતા તેમણે શું કોવીડ ૧૯ હોસ્પિટલ ની મુલાકાત લીધી હતી જે લોકોના કોરોનાથી મોત થયા છે ત્યાં તેઓ ગયા હતા આમાં આવા અનેક સવાલો પોસ્ટમાં જોવા મળી રહ્યા છે.
સોશ્યલ મીડિયામાં જયારે બોટાદ નગરપાલિકાની ચુંટણીને લઈ પોસ્ટ વાઈરલ થઈ તેને લઇ છે. જેમા આગામી ચૂંટણી ઉપર તેની કેટલી અસર પડે શે? તેવા અનેક સવાલો નગરજનોમા ચર્ચાઇ રહ્યા છે. હાલમા ચુંટણીને લઇ શહેરના વિવિધ માર્ગો ઉપર આડેધડ ખોદકામ અને આડેધડ ડ્રાયવર્જનને લીધે ટ્રાફીક જામની સમસ્યા સર્જાય છે. જેન લઇ વાહન ચાલકો અને શહેરી જનોમા રોષ જોવા મળી રહ્યો છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.