કોરોના અપડેટ:બોટાદ જિલ્લામાં 71 દિવસ બાદ 1 કોરોના પોઝિટિવ કેસ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના કૃષ્ણનગર સોસાયટીમાં 15 વર્ષની તરૂણીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું

બોટાદ જીલ્લામાં સરકારી તંત્ર કોરોના રસી આપવા માટે રાતદિવસ મહેનત કરી રહ્યું છે ત્યારે બોટાદ શહેરનાં કૃષ્ણનગર સોસાયટીમાં રહેતી 15 વર્ષની તરૂણીનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા આરોગ્ય ટીમ તાત્કાલિક ધોરણે કામે લાગી ગઈ છે.

જીલ્લામાં છેલ્લે તા.7/7/21 નાં રોજ બોટાદ તાલુકાના લીંબોડા ગામના 50 વર્ષના પુરૂષને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો ત્યારબાદ 71 દિવસે શહેરના કૃષ્ણનગર સોસાયટીમાં 15 વર્ષની તરૂણીને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. હાલમાં જીલ્લામાં કોરોના વેક્સિન માટે સરકારી તંત્ર દ્વારા મહા ઝુંબેશ ચાલી રહી છે ત્યારે શહેરમાં કોરોના કેશ દેખાતા જીલ્લાના લોકોએ સરકારની ગાઈડલાઈનનો ચુસ્ત પણે અમલ કરવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

બોટાદમાં લાંબા સમયબાદ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર કામે લાગી ગયું છે. પોઝીટીવ આવેલી 15 વર્ષીય તરુણીને તેના ઘરે જ કોરોનાની સારવાર આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે તેમજ કોરોના વાઈરસ વધુ ન ફેલાય તે માટે પોઝીટીવ આવેલ તરુણીનો ટ્રાવેલ હિસ્ટ્રી અને તેના સમ્પર્કમાં આવેલ લોકોનો રિપોર્ટ તૈયાર કરી આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે. તેમ એપીડેમિક મેડિકલ ઓફિસર રાકેશભાઇ ચૌહાણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લામાં લાંબા સમય બાદ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. લોકોમાં કોરોનાના કેસને લઇ ફફડાટ પણ ફેલાયો છે. અગાઉ મોટી સંખ્યામાં કોરોનાના કેસ આવતા હતા. પરંતુ લાંબા સમય બાદ ફરી કેસ મળી આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...