કાર્યવાહી:રાણપુરમાં બાવળની કાંટમાંથી પોલીસે 90 બોટલ દારૂ ઝડપી પાડ્યો

બોટાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જીલ્લાના રાણપુર પોલીસે પૂર્વ બાતમીના આધારે રાણપુર કૈલાશધામ સોસાયટી પાછળ આવેલ અવાવરૂ જગ્યામાં બાવળની કાંટમાં છુપાવેલો 90 બોટલ દારૂ ઝડપી પાડી આરોપી વિરૂદ્ધ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટાફનાં માણસો નીલેશભાઈ પરમાર, ગભરૂભાઈ, રમજાનભાઈ, ગોવિંદભાઈ સાંબડ વગેરે તા.29/07/22 ના રોજ સવારે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે રાણપુર કૈલાશધામ સોસાયટી પાછળ આવેલ અવાવરૂ જગ્યાએ બાવળની કાંટમાં 10.30 કલાકે રેઇડ પાડી હતી.

આ રેઇડ દરમિયાન પોલીસને સફેદ કલરની કોથળી મળી આવી હતી જેમાં તપાસ કરતા દારૂની કાચની બોટલ 90 નંગ સીલ પેક મળી આવી હતી. આ રેઇડ દરમિયાન પોલીસે રૂ. 33750 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂનું વેચાણ કરનાર આરોપી ધમો વરજાંગ પરમાર રહે. રાણપુર રેઇડ દરમિયાન હાજર ન મળી આવતા પોલીસે પોલીસ સ્ટેશનમાં આરોપી ધમો વરજાંગ પરમાર રહે. રાણપુર વિરૂદ્ધ પ્રોહીબીશન એક્ટ વિરૂદ્ધ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ અશોકકુમાર ઝાપડીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...