કાર્યવાહી:બોટાદમાં પોલીસના 5 જગ્યાએ દરોડામાં દેશી દારૂનો જથ્થો જપ્ત

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ.2140નો મુદ્દામાલ કબજે કર્યો અને નશો કરેલા 1ને પકડ્યો

બોટાદ જિલ્લાની પોલીસે જુદી જુદી ટીમો બનાવી 40 જેટલા પોલીસ કર્મચારીએ બોટાદ ટાઉન વિસ્તારમાં જુદી જુદી પાંચ જગ્યાએ વહેલી સવારમાં રેઇડપાડી કુલ રૂ. 2140 નો મુદામાલ કબજે કરી એક ઇસમની નશાયુકત હાલતમાં ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ જીલ્લા પોલીસ અધીક્ષક ડો.કરનરાજ વાઘેલા દ્વારા તા,13/5/22 થી 19/5/22 સુધી પ્રોહીબીશન તેમજ જુગારના કેસ શોધવા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેને લઇ પોલીસ અધિક્ષક એસ. કે. ત્રીવેદીના સીધા માર્ગદર્શન હેઠળ બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર જે.વી.ચૌધરી, પી.એસ.આઇ બી.જી.વાળા તેમજ પી.એસ.આઇ એમ.બી બારૈયા અને બોટાદ પોલીસ સ્ટેશનના તેમજ હેડક્વાર્ટરના 40 પોલીસ સ્ટાફના માણસોની જુદી જુદી ટીમો બનાવી વહેલી સવારે બોટાદ ટાઉન વિસ્તારમાં પ્રોહીબીશન અંગે રેઇડનુ આયોજન કરી ફૂલ 05 જગ્યાએ રેઇડ કરી હતી.

જેમાં 01 ચાલુ ભટ્ટીનો, ૩ કેસ કબજાના, અને 1 પીધેલાનો કેસ શોધી કાઢ્યો હતો. આ રેઇડ દરમિયાન પોલીસે દેશી દારૂ કૂલ લીટર 105 કીં.રૂ.2100 અને આથો કૂલ લીટર કિં રૂ.40 મળી કૂલ રૂ. 2140નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબીશનની કાયદેશરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...