તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સમઢીયાળા નં-1 પાસેથી ગેરકાયદે સંગ્રહ કરેલો જ્વલનશીલ પ્રવાહી જથ્થો પોલીસે ઝડપી પાડ્યો

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદ સમઢીયાળા નં-1 પાસે આવેલ મંદબુદ્ધિ આશ્રમની આગળના વિસ્તારમાં ફૈજલ મહમંદ વડિયાની માલિકીની જગ્યામાં ગેરકાયદે જવલનશીલ પ્રવાહી હોવાની બાતમીનાં આધારે બોટાદ પોલીસે રેઇડ પાડી જ્વલનશીલ પ્રવાહી અને ઇલેક્ટ્રિક ફિલિંગ મશીન તેમજ પ્રવાહી માપવાના માપિયા સહિત રૂ. 98,750નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી રાજુભાઈ રાવતભાઈ ખાચર (રહે. પાળિયાદ ઉમામાર્ક-2) અને અરજણભાઈ અમરાભાઈ રાઠોડ (રહે. બોટાદવાળા)ને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

સમઢીયાળા નં-1 પાસે આવેલ મંદબુધ્દ્ધિ આશ્રમની આગળના વિસ્તારમાં ફૈજલ મહમંદ વડિયાની માલિકીની જગ્યામાં ગેરકાયદે જવલનશીલ પ્રવાહી વેચાણ થતું હોવાની બાતમીનાં આધારે બોટાદ પોલીસે રેઈડ પાડી ગેરકાયદે રીતે વેચાણ કરતો જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યો હતો. પોલીસે રેઇડ દરમિયાન 900 લીટર જવલનશીલ પ્રવાહી કી.રૂ. 58,500, ઇલેક્ટ્રિક ફિલિંગ મશીન કી.રૂ. 40,૦૦૦ અને એક માપિયું કીરૂ.250 મળી કૂલ રૂ.98,750 નો મુદ્દામાલ કબ્જે કરી ગેરકાયદે જવલનશીલ પ્રવાહી સંગ્રહ કરી વેચાણ કરતા બે આરોપી આરોપી રાજુભાઈ રાવતભાઈ ખાચર અને અરજણભાઈ અમરાભાઈ રાઠોડ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...