ટ્રાફિકને લઈ પોલીસ એક્શનમાં:બોટાદમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા પોલીસ સજ્જ; શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું

બોટાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ શહેરમાં દિન પ્રતિદિન વધતી જતી માથાના દુખાવા સમાન ટ્રાફિક સમસ્યાનું નિવારણ કરવા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેના પગલે શહેરના મુખ્ય માર્ગ અને શાક માર્કેટમાં પોલીસ દ્વારા ખાસ ફૂટ પેટ્રોલીંગલ કરી ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

બોટાદ શહેરમાં સૌથી વધુ માથાના દુખાવા સમાન સમસ્યા ટ્રાફિકની છે. જેમાં લોકોને રાહત મળે તેવા હેતુ સાથે શહેરના મુખ્ય માર્ગ તેમજ શાક માર્કેટમાં રોડ પર આડેધડ પાર્કિંગ તેમજ ટ્રાફિકને અડચણ રૂપ હોય તેવા લારી, ગલાઓ હટાવી લેવાની સૂચના સાથે શહેરના મુખ્ય માર્ગ અને શાક માર્કેટમાં પોલીસ દ્વારા ખાસ ફૂટ પેટ્રોલીંગ હાથ ધરી ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. હાલ તો, ફૂટ પેટ્રોલિંગ દ્વારા ટ્રાફિકને અડચણ એવા લારી, ગલા ધારકોને વોરનીગ આપવામાં આવી અને ટ્રાફિકને અડચણ રૂપ હોય ત્યાંથી સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી. જો તેમ છતાં સૂચનાનો કોઈ અમલ નહીં થાય તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...