કાર્યવાહી:બોટાદ જિલ્લામાથી 20થી વધુ જુગારીને પોલીસે ઝડપી પાડ્યા

બોટાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાણપુર તાલુકાના જાળીલા, ગુંદા, નાગનેશ, બોટાદ શહેર અને સરવઇ ગામમાથી જુગાર ઝડપાયો, જુગારીઓમાં ફફડાટ

બોટાદ જિલ્લાના ગામડાઓમા જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે જુદા જુદા ગામડાઓમા રેઇડ પાડી કુલ 20 જુગારીઓને રૂ. 42460ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજ્બ બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ગુંદા, જાળીલા, નાગનેશ, બોટાદ તાલુકાના સરવઇ અને બોટાદ શહેરમા પોલીસે રેઇડ પાડી જાહેરમા પૈસાની હારજીતનો જુગાર રમતા 20 જુગારીને રૂ.42640ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

આ રેઇડમા પોલીસે બોટાદ શહેરમા સાળંગપુર રોડ પોસ્ટ ઓફિસ પાસેથી બે જુગારી હર્ષદ ઉર્ફે મુન્નો ધીરૂભાઇ ગારચર અને રાહુલ રાજુભાઇ હંડુ ને રૂ. 410ના મુદ્દામાલ સાથે જ્યારે બોટાદ તાલુકાના સરવઇ ગામેથી પાટી જવાના રસ્તા ઉપરથી પાંચ જુગારી સંજય ત્રિકમભાઇ ડાભી, રાજુ જેઠુરભાઇ વાળા, રવિરાજ ભીખુભાઇ ધાધલ, અમરૂ દાદભાઇ ધાધલ અને શીવરાજ જસાભાઇ ધાધલને રૂ.20090ના મુદ્દામાલ સાથે ઝડ્પી પાડ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના જાળીલા ગામેથી સાત જુગારી કિરણ પાલજીભાઇ સોલંકી, હરેશ જગદીશભાઇ સોલંકી, કિરણ બુધાભાઇ સોલંકી, દીપક રામજીભાઇ સોલંકી, મુકેશ જીવાભાઇ સોલંકી, રામજી તળશીભાઇ સોલંકી અને દીનેશ મંગાભાઇ સોલંકીને રૂ. 10630ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે ગુંદા ગામેથી 3 જુગારી શાંતુ દાનાભાઇ ખવડ, શાંતુ દાદભાઇ ખાચર, ગગજી વાહાભાઇ જોગરાણાને રૂ. 8350ના મુદ્દામાલ સાથે અને નાગનેશ ગામેથી ત્રણ જુગારી સંજ્ય રમેશ વાસુકીયા, હરજી વિઠ્ઠલભાઇ બારૈયા અને બળદેવ બીજલભાઇને રૂ. 2980ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...