તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ભાંભણ ગામમાંથી જુગાર રમતા 2ને પોલીસે ઝડપ્યા

બોટાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જુગરીઓ પાસેથી 880નો મુદ્દામાલ કબ્જે

બોટાદ તાલુકાના ભાંભણ ગામેથી પોલીસે પૂર્વ બાતમીના આધારે રેઇડ પાડી જુગાર રમતા ત્રણ જુગારીઓમાંથી બે જુગારીઓને રૂ. 880 નાં મુદ્દામાલ સાથ ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે એક જુગારી નાશી છૂટ્યો હતો.પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ પોલીસ સ્ટાફના માણસો તા. 4/12/20 નાં રોજ પેટ્રોલિંગમાં હતા તે દમિયાન સાંજે 6.00 કલાકે મળેલી પૂર્વ બાતમીના આધારે બોટાદ તાલુકાના ભાંભણ ગામે રેઇડ પાડતા જાહેરમાં ગંજી પાનાં વડે પૈસાની હર જીતનો જુગાર રમતા ત્રણ જુગારીઓમાંથી બે જુગારીઓને પોલીસે ઝડપી પડ્યા હતા અને એક જુગારી નાસી છૂટ્યો હતો. જેમાં રઘુ બચુભાઈ સાથળીયા જાતે. દેવીપુજક, ધનજી મકોડભાઈ સાથળીયા જાતે. દેવીપુજક બંનેને પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે અક્ષય કનુભાઈ સાથળીયા નાશી છૂટ્યો હતો.

બોટાદ પોલીસે ત્રણેય જુગારેઓ વિરુદ્ધ જુગારધારાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લામાં જુગારીઓ બેફામ બનીને જુગાર રમી રહ્યા છે. જુગારીઓને પકડી પાડવા માટે અનેકવાર પોલીસના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓને દબાણ કરતાં હોય છે. ત્યારે પોલીસ દરોડા પાડી બે ચાર જુગારીને ઝડપી લઇ કાર્યવાહી કરી જસ ખાટે છે. પરંતુ ફરીથી જુગારીઓ બેખોફ બની જુગાર રમવા એકઠાં થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો