બોટાદ તાલુકાના સરવા ગામે જુદી જુદી જગ્યાએ જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે પાળિયાદ પોલીસે જુદી જુદી બે જગ્યાએ રેઇડ પાડી જાહેરમાં પૈસાનો હારજીતનો જુગાર રમતા 10 શકુનીઓને પોલીસે રૂ.10130નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાળિયાદ પોલીસ સ્ટાફના માણસો તા.8/6/22નાં રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે બોટાદ તાલુકાના સરવા ગામે રામાપીરના મંદિર પાસે આવેલ પડતર જગ્યામાં રેઇડ પાડી લાઈટના અંજવાળે જાહેરમાં પૈસાના હારજીતનો જુગાર રમતા માલદેવ ઉર્ફે જીજ્ઞેશ સગરામભાઈ મેર રહે.સરવા, નરેશ રામસંગભાઈ અણીયાળીયા રહે. સરવા, પ્રતાપ બચુભાઈ તાવિયા રહે. સરવા, અજય સગરામ મેર રહે. સરવા અને રસિક રમેશ અણીયાળીયાને રૂ. 5970નાં મુદ્દામાં સાથે ઝડપી પાડ્યા હતા.
બીજી રેઇડ સરવા ગામે ગોમા ડેમમાં શિરવાણ ઓકળાનાં કાંઠે પડતર જગ્યામાં રેઇડ રેઇડ કરતા લાઈટનનાં અંજવાળે ગંજીપાના વડે જુગાર રમતા રાઘવ કરમશીભાઈ રંગપરા રહે. સરવા, હર્ષદ રમેશભાઈ અણીયાળીયા રહે. સરવા, રાજુ ભરત મેર રહે.સરવા, કાનજી મેઘા વેગડ અને દિપક રમેશ અણીયાળીયા રહે. સરવાને રૂ 4160નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આમ પાળિયાદ પોલીસે બોટાદ લુકાના સરવા ગામે બે જુદી જુદી જગ્યાએ રેઇડ પાડી જુગાર રમતા 10 શકુનીઓને ઝડપી પાડી તમામ જુગારીઓ વિરૂદ્ધ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.