તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઢસા વિસ્તારમાંથી બાયોડીઝલના જથ્થા સાથે 1ને પોલીસે ઝડપી લીધો

બોટાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ હાઇવે રોડ પરથી બાયોડીઝલના કુલ રૂપિયા‌ 8,57,160ના મુદ્દામાલ સાથે સંચાલક સહિત પંપના માલિકો સામે ફરિયાદ નોંધી

ભાવનગર રાજકોટ હાઇવે ઉપર આવેલા ઢસા વિસ્તારમાં બાયોડિઝલના કાળા કારોબાર થતો હોવાની બાતમીના આધારે બોટાદ પોલીસે રેઇડ પાડી ગેરકાયદેસર બાયોડીઝલનો વેપાર કરતા બે ઇસમોને રૂ. 8,57,160ના મુદામાલ સાથે ઝડપી સંચાલક અને માલિકો સામે ફરિયાદ નોંધવામાં આવી.

વિભાગીય પોલીસ અધિકારી રાજદીપસિંહ નકુમ અને એસ.ઓ.જી.પો.ઇન્સ. એચ.આર.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ, પો.સબ.ઇન્સ કે.કે.સોલંકી પો.સબ.ઈન્સ. આઈ.બી.જાડેજા રીડર પો.સ.ઈ. બોટાદ તથા હેંડ.કોન્સ જયેશભાઈ ધાંધલ પેરોલ ફર્લો સ્કોડ, બોટાદ હેંડ.કોન્સ.ગોવિંદભાઈ ગળચર એસ.ઓ.જી. શાખા, બોટાદ સહિત હેંડ.કોન્સ શામજીભાઈ વિઠ્ઠલભાઈ સતાપરા ઢસા પોલીસ બાયો ડીઝલ અનધિકૃત વેચાણ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા સારૂ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઢસા નજીક રાજકોટ હાઇવે રોડ પર રાધા કૃષ્ણ સિમેન્ટ પાઇપની બાજુના મેદાનમાં બાયો ડીઝલ રાખી વેચાણ કરતા હોવાની બાતમીના આધરે બોટાદ પોલીસ દ્વારા મામલતદાર ગઢડાને જાણ કરી સંયુક્ત ટીમ દ્વારા બાતમી વાળી જગ્યાએ રેડ કરતા એક ઇસમ દિનેશભાઈ કાળુભાઈ મીણા (ઉ.વ 21 રહે.ઢસાગામ તા.ગઢડા મુળ.ગામ-પલસેપુર જી-ઉદયપુર રાજસ્થાન) હાજર મળી આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા પંચોને સાથે રાખી તપાસ દરમિયાન મેદાનમાં સાત પ્લાસ્ટિક ના ટાંકાઓ મળી આવી હતી. જેમાં જ્વલનશીલ પ્રવાહી બાયો ડીઝલ આશરે લીટર-11.4.80ની કિ.રૂ 7,69,160 ગણી ટાકાઓની કિ.રૂ 630૦૦ તથા એક ફીલીગ પંપ ની કિ.રૂ 250૦૦ મળી કુલ કિ રૂ 8,57,160ના મુદામાલ સાથેનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે પંપના માલિક સ્મીતભાઈ રમેશભાઈ ગજેરા રહે‌‌.લીંબડીયા, સંચાલક ચિરાગભાઈ, પંપ માં કામ કરતા જગદીશભાઈ રામલાલ મીણા (ઉ.વ-20 રહે ઢસાગામ મુળ-ગામ-પલસેપુર જી-ઉદયપુર રાજસ્થાન), દિનેશભાઈ કાળુભાઇ મીણા (રહે પલેશપુર રાજસ્થાન) વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...