તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદ્દામાલ જપ્ત:સેંથળી ગામેથી 52 બોટલ દારૂ સાથે 1ને પોલીસે ઝડપ્યો, રૂ. 15600નો મુદ્દામાલ જપ્ત કરાયો

બોટાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ તાલુકાના સેંથળી ગામે પોલીસે પૂર્વ બાતમીના આધારે રહેણાંકી મકાનમા રેઇડ પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂની 52 બોટલ સાથે એક આરોપીને રૂ. 15600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.બોટાદ પોલીસ સ્ટાફના બળદેવસિંહ લીંબોલા, ભગીરથસિંહ લીંબોલા, જયપાલસિંહ ચુડાસમા, વનરાજસિંહ બોરીચા વગેરે સ્ટાફના માણસો તા. 5/02/21ના રોજ રાત્રે પેટ્રોલીંગમાં હતા,

તે દરમિયાન મળેલી બાતમીના આધારે બોટાદ તાલુકાના સેંથળી ગામે રહેતા જગદીશભાઇ ચૌહાણના રહેણાંકી મકાનમાં રેઇડ પાડતા ફળીયામાં ઢોર બાંધવાના ઢાળીયામાં છુપાવેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની જુદી જુદી બ્રાંડની 52 બોટલ કિ.રૂ. 15600ના મુદ્દામાલ સાથે આરોપી જગદીશ ચૌહાણને પોલીસે ઝડપી પાડી બોટાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લાના તાલુકા વિસ્તારમાં બુટલેગરો દારૂનો વેપાર કરતા હોય છે. ત્યારે બુટલેગરો પણ પોલીસના હાથે ન ઝડપાય તે રીતે દારૂની બોટલ છુપાવીને રાખી રહ્યા છે. ત્યારે પોલીસ પણ ચકોર બનીને કાર્યવાહી કરી રહી છે. જેના કારણે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ આગામી સમયમાં પણ કાર્યવાહી ચાલુ રાખશે. જેથી દારૂના ધંધાર્થીઓમાં ભય ફેલાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો