રેડ:બોટાદના હિફલીમાં જુગાર રમતા 4ને પોલીસે ઝડપ્યા, પોલીસે જુગારીઓ પાસેથી રૂ.28833નો મુદ્દામાલ કબજે કર્યો

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બોટાદના હિફલી વિસ્તારમાં યંત્રો વડે જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે બોટાદ પોલીસે રેડ પાડી જુગાર રમતાં ચાર ઈસમોને રૂ. 28833 મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ શહેરના હીફલી વિસ્તારમાં આવેલ પણ રોડ પર vivo કંપની દ્વારકાધીશ મોબાઇલની દુકાન પાસે પોલીસને મળેલ બાતમીના આધારે વિશા શોપિંગ સેન્ટરમાં મળી આવેલ આછા વાદળી કલરના શર્ટર વાળી દુકાનમાં ઓનલાઈન યંત્ર નો ઈલેક્ટ્રોનીક મશીનો ના ઉપયોગથી જેમાં ચીનનો દોરેલું હોય

જેની ઉપર બહારથી માણસો ને ભેગા કરી યંત્ર ચીનનો તથા આંકડાઓ ઉપર પૈસા લગાડી યંત્રના ચીનનો ના કૂપનનો આપી જુગાર રમી રમાડી પૈસાથી હાર-જીત કરી પોતાના અંગત ફાયદા માટે પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા આરોપી ભાવિન ઉર્ફે બાડો લલિત ભાઈ દેવાણી, મુકેશભાઈ જીવરાજભાઈ ચામડીયા, દીપકભાઈ કાળુભાઈ કમેજળીયા, રવજીભાઈ અરજણભાઈ વડદરિયા, અને નરેન્દ્ર ભાઈ ઉર્ફે દેડકા મામા, ને રૂ રોકડા 13994 તથા મોબાઇલ ફોન જેની કિંમત 1000 તથા કરણ પ્રિન્ટેડડ લાકડાના બોર્ડમાં યંત્ર કુપનો મોનિટર કિંમત 4,000 એક સીપીયૂ,4000 વાઇફાઇ એલઈડી વગેરે મળી કુલ રૂ.28833 નો મુદ્દામાલ કબજે કરી ચાર આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા જ તેમજ આરોપી નંબર પાંચ હાજર મળી આવ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...