તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બોટાદ જિલ્લામાંથી 17 જુગારીને પોલીસે ઝડપ્યા, જુગારીઓ પાસેથી પોલીસે 14990 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો

બોટાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ પોલીસે જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે જુદી જુદી ચાર જગ્યાએ રેઇડ પાડી હતી જેમા રાણપુરના હડમતાળા અને નાગનેશ ગામે અને બોટાદ તાલુકાના લાઠીદડ ગામે બે જગ્યાએ રેઇડ પાડી જુગાર રમતા કુલ 17 સકુનીઓએને રૂ. 14990 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે. બોટાદ જિલ્લામા શ્રાવણમાસમા જુદી જુદી જગ્યાએ જુગાર રસીઓ જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે બોટાદ પોલીસે જુદી જુદી ટીમો બનાવી જિલ્લામા જુગાર ધામો પર રેઇડ પાડી કુલ 17 લોકોને ઝડપી પાડ્યા હતા.

જેમા રાણપુર પોલીસે રાણપુર તાલુકાના નાગનેશ ગામે રેઇડ પાડી 4 જુગારીઓને રૂ. 890 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જેમા ધર્મેન્દ્ર રાણા, જીતેશ ચેખલીયા, ક્રાંતિ ચેખલીયા, ભરત કાસુકીયા, હડમતાળા ગામેથી 3 જુગારીઓને રૂ. 2370ના મુદ્દામાલ સાથે પડાણીયા, દલસુખ નાંદોલીયા, વિપુલ મેટાલીયા અને બોટાદ પોલીસે લાઠીદડ ગામે જુદી જુદી બે જગ્યાએ રેઇડ પાડી 9 જુગારીઓને રૂ. 11730ના મુદ્દમાલ સાથે સાવન વાઘેલા, જેકી વાઘેલા, દિલીપ વાઘેલા, હસમુખ વાઘેલા, આકાશ વાઘેલા, બુધા વાધેલા, લાલા વાઘેલા, ગોવિંદ મીઠાપરા, વિપુલ વાઘેલાને ઝડપી પાડી તમામ જુગારીઓ વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...