માર્ગદર્શન:બોટાદમાં જ્વેલરી શોપમાં વિઝનવાળા કેમેરા લગાડવા પોલીસની સૂચના

બોટાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોટાદ પોલીસે સુવર્ણકારોને સુરક્ષા સેતુ દ્વારા કાયદાકીય માર્ગદર્શન આપ્યું
  • તહેવારો​​​​​​​ નજીક આવતા હોવાથી અમુક ગેંગો જ્વેલરી શોપને નિશાન બનાવી ગુનો આચરતી હોવાથી પોલીસે જ્વેલર્સને માર્ગદર્શન આપ્યું

બોટાદ શહેરમાં નવી મોઢ સમાજની વાડી ખાતે તા. ૦૪/૧૦/૨૦૨૧ ના રોજ બોટાદ પોલીસ તેમજ સુવર્ણ કાર સુરક્ષા સેતુ બોટાદનાઓના સંયુક્ત રીતે એક વિશિષ્ટ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સુવર્ણકારો ઉપર ઉપસ્થિત થતી સમસ્યાઓનુ નિવારણ અને માર્ગદર્શન અંગેનો અને સમગ્ર કાર્યક્રમ બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબના અધ્યક્ષસ્થાને રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં હર્ષદ મહેતા, પોલીસ અધિક્ષક બોટાદ, તથા એચ.આર.ગોસ્વામી, પોલીસ ઇન્સપેક્ટર, એસ.ઓ.જી.શાખા બોટાદ તેમજ નિલેષભાઇ લુંભાણી ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુના ચીફ તેમજ બોટાદ જીલ્લાના સુવર્ણકારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સુવર્ણકારોને ઉદ્દભવતી સમસ્યાઓ જેવી કે, કોઇ વેપારીને ભુલથી ચોરીનો માલ લેવાય ગયો હોય તો તેના નિવારણ માટે તેમજ કામ કરતા પરપ્રાંતિય મજુરો દ્વારા કોઇ મિલ્કત સંબંધી ગુનો કરી ભાગી જાય તે તાત્કાલિક લેવા પડતા પગલા બાબતે ચર્ચા કરવામાં આવી સવર્ણકામ કરતા પરપ્રાંતિય કારીગરોની ઓળખ માટે તમામના વિગતવારના ફોર્મ ભરવા, ફોટોગ્રાફ્સ તથા આઇ.ડી.પ્રુફ રાખવા માટે જણાવવામાં આવ્યું હતું.

બોટાદ જીલ્લા પોલીસ દ્વારા આગામી સમયમાં નવરાત્રિ તથા દિવાળીના તહેવારો આવનાર હોય જેથી તકેદારી માટે જરૂરી પગલા લેવા અંગેની જરૂરી સમજ કરવામાં આવી. ગુનેગાર દ્વારા મિલકત સંબંધી ગુનાઓ ન આચરવામાં આવે એ માટે ખરીદી કે વેચાણ માટે આવતા ગ્રાહકોને પણ નિયત બુકમાં વિગતો નોંધી આધાર પુરાવા લઇને અને કોઇ એક ગ્રાહકનો રેફરન્સ લઇને જ ખાત્રી થયા બાદ વ્યવહાર કરવો જેથી ચોરી, લુટ, છેતરપીંડી કે છળકપટથી મેળવેલ દાગીનાની જાણે અજાણે લે-વેચ ન થઇ જાય. જ્વેલર્સ શોપની આજુબાજુમાં ગુનો આચરવાની તૈયારી કરતાં શંકાસ્પદ ઇસમો જણાય તો તુરંત ખાનગી રીતે પોલીસને જાણ કરવા જણાવવામાં આવ્યું હતું. તમામ સુવર્ણકારોને પોતાની જ્વેલર્સ શોપની અંદર સારા વિઝનવાળા સી.સી.ટી.વી કેમેરા લગાડવા સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...