કાર્યવાહી:કુંડળ મંદિરમાં ભૂલી જવાયેલું દાગીના ભરેલું પર્સ પોલીસે શોધ્યું

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોટોગ્રાફી કરતાં સમયે સાઇડમાં રાખેલું પર્સ ત્યાં જ છૂટી જતાં અન્ય પ્રવાસી મહિલા પર્સ લઇ ગઇ હતી

બરવાળા તાલુકાના કુંડળ સ્વામીનારાયણ મંદિરે ક્ષત્રીય પરિવાર અમદાવાદથી દર્શન કરવા આવ્યું હતું. ત્યારે મંદિર પરિસરમાં ફોટોગ્રાફી કરતા સમયે રોકડ રકમ તેમજ 7 લાખના સોનાનાં દાગીના ભરેલુ પાકીટ ભૂલાઈ જતા અન્ય વ્યક્તિ દ્વારા પર્સ લઈ બસમાં બેસી નીકળી ગઇ હતી. જેને પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની તપાસ કરી બસનો નંબર મેળવી ગણતરીનાં કલાકોમાં સોનાનાં દાગીના તેમજ રોકડ રકમ ભરેલ પાકીટ પરત મેળવી મૂળ માલિકને પરત કર્યું હતું.

કુંડળ ગામે આવેલા સ્વામીનારાયણ મંદિરે વિશ્વરાજરાજસિંહ ઇન્દ્રસિંહ ઝાલા (રહે.અમદાવાદ) પરીવાર સાથે મંદિરે દર્શન માટે આવ્યા હતા.તેમની પાસે ઘરેણા તેમજ રોકડ રકમ ભરેલ પર્સ હતું અને તે પર્સ કુંડળ મંદીરના મેદાનમાં રાખવામાં આવેલા ઘોડાઓ પાસે નીચે મુકી ફોટોગ્રાફી કરાવતા હતા અને તે ફોટોસુટ કરાવી ત્યાંથી નિકળી ગયા હતાં અને ફોટોગ્રાફી કરેલા સ્થળે પર્સ ભૂલી ગયા હતા. ત્યારબાદ આશરે 10 મિનિટ બાદ તેમને આ પર્સ બાબતે ખ્યાલ આવતા ત્યાં ગયા તો આ પર્સ ન હતું.

જેથી બરવાળા પોલીસને બનાવ અંગે જાણ કરતા આ બનાવની ગંભીરતા ધ્યાને લઇ તરત જ બરવાળા પોલીસ સ્ટાફ સાથે કુંડળ સ્વામિનારાયણ મંદિરે પહોચી તાબડતોબ સૌપ્રથમ મંદિરના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરવામાં આવ્યા હતા. જેમાં જ્યાં પર્સ ભૂલી ગયા હતા તે ફોટોગ્રાફી સ્થળ પાસેથી એક મહિલા આ પર્સ પોતાની પાસે લે છે અને તે તેની સાથે રહેલ અન્ય મહિલા તથા બે પુરૂષોને આ પર્સ બતાવે છે અને તે પર્સ લઇ ત્યાંથી તેઓ એક ટુરીસ્ટ બસ લઇને આવેલા તેમાં નિકળી જાય છે. જે બસને શોધી મહિલા પાસેથી પર્સ પરત લેવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...