ફરિયાદ:દિયરે ભાભીને મારી નાખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાળિયાદ ગામે પિતાના રિસામણે પોતાના પિતાના ઘરે રહેતી મહિલાને દિયરે મારી નાખવાની ધમકી આપી

બોટાદ તાલુકાના પાળીયાદ ગામે રીસામણે પિતાના ઘરે રહેતી મહિલાના તેના દિયરે ભત્રીજાને લઇ જવા બાબતે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા પાળિયાદ પોલીસે પતિ અને દિયર વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્રાવા મળતી માહિતી મુજબ બોટાદ તાલુકાના પાળિયાદ ગામે પિતાના ઘરે રીસામણે રહેતા માયાબેન રધુવીરભાઈ ગીડા જાતે કાઠીનાં લગ્ન રાજકોટના જસદણ ખાતે થયેલા છે. પરંતુ તેમના પતિ રધુભાઈ ગીડા સાથે અણબનાવ થતા માયાબેન તેમના પુત્ર ચાપરાજ સાથે પાળીયાદ ખાતે તેમના પિતાના ઘરે બે વર્ષથી રહે છે. તા.11/9/21નાં રોજ માયાબેનનાં પિતા અને તેમના ભાઈ કુલદીપભાઈ ઋષિ પાંચમ હોવાથી બહાર ગામ ગયા હતા. તે દરમિયાન માયાબેનનો દિયર જયવીર નટુભાઈ ગીડા જસદણથી પાળિયાદ ગામે આવીને માયાબેનને કહેવા લાગ્યો હતો કે મારા ભાઈએ મને મારા ભત્રીજા ચાપરાજને લેવા મોકલ્યો છે. ત્યારે માયાબેને ચાપરાજને દેવાની નાં પાડતા જયવીરે માયાબેનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે માયાબેને પાળીયાદ પોલીસ સ્ટેશનમાં પતિ રધુવીર નટુભાઈ ગીડા અને દિયર જયવીર નટુભાઈ ગીડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માયાબેનના દિકરાને લઇને લાંબા સમયથી બબાલ ચાલી રહી હતી. જને લઇ મહિલાના દીયરે માયાબહેનના ઘરે આવી ગમે તેમ બોલી પોતાના ભત્રીજાને લઇ જવાની વાત કરી ધમકી આપતા ચકચાર મચી છે.

અન્ય સમાચારો પણ છે...