તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પોલારપુર ગામે દેશી પિસ્ટલ, 4 કાર્ટીસ, ચોરીના1.17 લાખ સાથે 3 ઇસમ ઝબ્બે

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બરવાળા પોલીસે 3 ઇસમો પાસેથી રૂ. 2,02,900 નો મુદ્દામાલ કબ્જે કર્યો આરોપીઓએ રાજકોટમાં ચાલુ બાઇકે એક્ટિવામાંથી થેલાની ચીલઝડપ કરી હતી

બરવાળા તાલુકાના પોલારપુર ગામ પાસે રેલ્વે ફાટક પાસેથી બોટાદ એસ.ઓ.જી. ટીમે પૂર્વ બાતમીના આધારે વોંચ ગોઠવી ત્રણ ઇસમોને ચોરીના રૂ. 1,17,000 અને હાથ બનાવટની પિસ્ટલ સાથે ઝડપી પાડી ત્રણેય ઇસમો વિરૂધ ગુનો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

બોટાદ એસ.ઓ.જી. શાખાના પી.આઇ. એચ.આર. ગોસ્વામી, એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સ. ગોવિંદભાઇ કાળુભાઇ, ભગીરથભાઇ જોરૂભાઇ, હિતેષભાઇ તખતસંગભાઇ, શિવરાજભાઇ નકુભાઇ, રાજેશભાઇ ચતુરભાઇ, પેરોલ ફર્લો સ્કોડના હેડ કોન્સ. જયેશભાઇ ગભરૂભાઇ બરવાળા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન હેડ કોન્સ. ભગીરથભાઇ જોરૂભાઇ બોરીચાને બાતમી મળી હતી કે “ઉતમ વાવડી અને તેની સાથેના માણસોએ આજથી બે માસ પહેલા રાજકોટ સીટીમાં કાલાવાડ રોડ ઉપર એક સ્કુટી ચાલક પાસેથી રોકડ રૂપીયા ભરેલ થેલો ઝુંટવી નાસી ગયા હતા અને હાલ પણ કોઇ ચોરી કે લુંટ કરવાના ઇરાદે બરવાળાથી ધંધુકા તરફ જવાના છે.

જેમની પાસે વાદળી લાલ પટ્ટાવાળુ મો.સા છે જેની આગળ પાછળ કોઇ નંબર લખેલો નથી જે બાતમી આધારે બરવાળા પોલારપુર ફાટક પાસે વોચ ગોઠવી બાતમી વાળુ મોટરસાઇકલ આવતા જેને ચેક કરતા સંજયભાઇ નરશીભાઇ કાલીયા જાતે.કોળી ઉ.વ.આ.21 રહે.હાલ લીંબોડા તા.જી.બોટાદ મુળ રહે.કાનીયાડ તા.જી.બોટાદ, ઉતમભાઇ ભરતભાઇ ધલવાણીયા જાતે.કોળી ઉ.વ.આ.20 રહે.બોટાદ, પાળીયાદ રોડ, આનંદધામ ગ્રિનસીટી મુળ રહે.મોટી વાવડી તા.રાણપુર જી.બોટાદ

હરેશભાઇ ઇશ્વરભાઇ સાપરા જાતે.કોળી ઉ.વ.આ.20 રહે.બોટાદ, હીફલી પાણીની ટાંકી પાસે તા.જી.બોટાદવાળા વાળા પાસેથી ગે.કા પરમીટ કે લાયસન્સ વગરનો હાથ બનાવટની પિસ્તલ (અગ્નિશસ્ત્ર) કિ.રૂ.25000, જીવતા કાર્ટિસ નંગ-4 કિ.રૂ.400, રોકડ રૂ.1,17,000 મોબાઇલ નં.-3 કિ.રૂ-10,500 તથા મો.સા. નંગ-1 કિ.રૂ.50,000 મળી કુલ મુદ્દામાલ રૂ. 2,02,900ના મુદ્દામાલ સાથે ઝડપી તેઓ પાસે મળી આવેલ રોકડ રકમ બાબતે પુછપરછ કરતા ઉતમભાઇ ભરતભાઇ ધલવાણીયા જાતે.કોળી (ઉ.વ.20 રહે.બોટાદ, પાળીયાદ રોડ), તથા હરેશભાઇ ઇશ્વરભાઇ સાપરા જાતે.કોળી (ઉ.વ.20 રહે.બોટાદ, હીફલી પાણીની ટાંકી પાસે)એ આજથી બે માસ પહેલા રાજકોટ કાલાવાડ રોડ ઉ૫રથી ચાલુ બાઇકે એકટીવામાંથી રૂપિયા ભરેલાં એક થેલાની ચીલ ઝડપ કરી હતી તે પૈસા પોતાની પાસે હોવાનું કબુલ્યુ હતુ. આ ત્રણેય ઇસમો વિરૂધ્ધ બરવાળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...