હાલાકી:બોટાદના ઉમાપાર્ક -4માં ખાડા ખોદી કોન્ટ્રાક્ટર ન દેખાતાં લોકોને હાલાકી

બોટાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટાદના ઉમાપાર્ક -4માં ખાડા ખોદી કોન્ટ્રાક્ટર ન દેખાતાં લોકોને હાલાક

બોટાદમાં પાળીયાદ રોડ ઉપર આવેલી ઉમાપાર્ક-4માં કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ ચાલુ કર્યા બાદ દોઢ માસ જેટલો સમય વિતી ગયા છતાં રોડનું કામ પૂર્ણ કરવામાં ન આવતા આ વિસ્તારના રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાળીયાદ રોડ ઉપર આવેલી ઉમાપાર્ક-4માં નગરપાલિકા દ્વારા અન્ડર ગ્રાઉન્ડ ગટર અને રોડ મંજુર કરવામાં આવ્યો છે જેમાં અન્ડર ગ્રાઉન્ડ ગટર તો બનાવી દેવામાં આવી છે પરંતુ રોડના કામના કોન્ટ્રાક્ટરે આ વિસ્તારમાં રોડ દોઢ મહિનાથી ખોદીને મૂકી દીધો છે. રોડ ખોદી નાખવાના કારણે ઠેર ઠેર માટીના ઢગલાઓ કરવામાં આવ્યા છે અને ઠેર ઠેર ખાડાઓનાં જેના લીધે આ વિસ્તારના રહિશોને ત્યાથી પસાર થવું ખુબ મુશ્કેલ બની ગયું છે જેના લીધે આ વિસ્તારના રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ રોડ બનાવવા માટે આ સોસાયટીમાં રહીશોએ નગરપાલીકામાં રજૂઆત કરી છે પરંતુ નગરપાલિકા દ્વારા રોડ બનાવવાની ટાઈમ લિમિટ પુરી થઇ ગઈ હોવાથી ટાઈમ લિમિટમાં વધારો થાય ત્યાર પછી આ રોડનું કામ શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. ત્યાર આ વિસ્તારના રહિશો જણાવી રહ્યા છે કે તંત્ર દ્વારા વહેલી તકે આ રોડનું કામ શરૂ કરવામાં આવે અને વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરવામાં આવે જેથી કરી આ વિસ્તારના લોકોને મુશેકેલીનો સામનો ન કરવો પડે તેવું જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...