ગઢડા પીજીવીસીએલ કચેરીની જુદી જુદી 20 ટીમો દ્વારા ગઢડા તાલુકાના ગામડાઓમાં વીજ ચેકિંગ હાથ ધરી 62 વીજચોરોને રૂ. 9.79 લાખનો દંડ ફટકારતા વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે. ગ્રામ્ય 1 પેટા વિભાગની કચેરી હેઠળ આવતા ગોરડકા, ટાટમ અને ગ્રામ્ય 2 પેટા વિભાગ કચેરી હેઠળ આવતા શહેરનાં આહીરવાસ, સામોકાઠો, ખોપાળા, વીરડી અને જલાલપર ગામે એસઆરપી જવાનો અને વીડીયોગ્રાફી સાથે રાખી વહેલી સવારથી વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વીજ ચેકિંગ દરમીયાન કુલ 510 જેટલા વીજકનેકશનો પીજીવીસીએલ દ્વારા ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી 62 વિજ ગ્રાહકોને વિજ ચોરી કરતા ઝડપી પાડી રૂ. 9.79 લાખનો દંડ ફટકાર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.