બરવાડા કેમિકલ કાંડના આરોપીઓ વિરુદ્ધ આજે કોર્ટમાં હિયરીંગ હતું. જેમાં ભાવનગરના નામી વકીલ ઉત્પલ દવેની સરકારી વકીલ તરીકે નિમણૂક કરાઈ હતી. કોર્ટની કાર્યવાહીમાં આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો ઉમેરવાની એક અરજી ફાઈલ કરવામાં આવી હતી. જે અરજીને નામદાર કોર્ટ દ્વારા સ્વિકારવામાં આવી છે અને હવે આરોપીઓ વિરુદ્ધ કલમોમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી હવે આરોપીઓને વધુ કડક સજા મળે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
કઈ-કઈ કલમોનો વધારો કરાયો
વકીલ ની રાજુઆત બાદ આઈ.પી સી.કલમ 304, 34,120,201,202,118,284 અને 308 તેમજ પ્રોહીબેસન કલમ 81 અને 83 કલમ ઉમેરવાની માગણી કરતા નામદાર કોર્ટ તમામ કલમ મજૂર કરવામાં આવી છે.
લઠ્ઠાકાંડમાં અત્યારસુધીમાં 57 લોકોના મોત
25 જુલાઈને સોમવારે બરવાળાના રોજિદ ગામમાં લઠ્ઠાકાંડથી પહેલું મોત નોંધાયું હતું. ત્યારબાદ ધીરે-ધીરે મોતના આંકડામાં વધારો થયો હતો ને 26 તારીખ ને મંગળવારે મૃત્યુઆંક 55 હતો. જ્યારે ગઈકાલે વધુ બે વ્યક્તિના મોત નિપજ્યા હતા, એમ અત્યાર સુધીમાં કુલ 57 લોકોના મોત થયા છે. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.