તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:નેશનલ હેલ્થ મિશનના કર્મી કાળી પટ્ટી ધારણ કરી કામગીરી કરશે

બોટાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માગણી સ્વીકારવામા નહીં આવે તો સામૂહિક રાજીનામાની ચીમકી

નેશનલ હેલ્થ મિશનના કરાર આધારીત કર્મચારીઓ પડતર માંગળીઓને લઇ તા. 12/5/21 થી તા. 14 સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરશે છતાપણ માંગણી ન સ્વીકારય તો ગુજરાતભરમાથી તમામ કર્મચારીઓ સામુહિક રાજીનામીની ચીમકી ઉચ્ચારી હતી.

નેશનલ હેલ્થ કરાર આધારીત કર્મચારી મંડળ ગુજરાત ના પ્રમુખ વિનોદભાઈ પંડયાએ જણાવ્યુ હતુ કે તારીખ 12/10/2020 ના રોજ ની માંગણીઓ તા. 9/05/2021 એમ કુલ છ મહિના પુરા થઈ ગયા હોવા છતાં પણ અમારી પડતર માંગળીઓને હકારત્મક જવાબ મળ્યો નથી એક વર્ષથી અમો એનએચ એમ.ના કર્મચારીઓ કોરોના જેવી વિક્ટ પરીસ્થિતીમાં નિષ્ઠાપૂર્વક કામગીરી કરી હ્યા છીએ એ કામગીરીને પણ ધ્યાનમાં લેવામા આવતી નથી.

અમારી પડતર માંગણીઓના હકારાત્મક નિર્ણય માટે અમે નેશનલ હેલ્થ મિશન કરાર આધારીત કર્મચારી તા. 12/5/21 થી 14/5/21 સુધી સમગ્ર ગુજરાતના તમામ એન.એચ.એમ. કર્માચારીઓ કાળી પટી ધારણ કરી પોતાની ફરજનુ કામ કરશે. એમ છતા પણ જો તા. 14/5/21 સુધી અમારી માંગણીઓને ધ્યાને લેવામા નહી આવે તો સમગ્ર ગુજરાતમાંથી તા. 15/5/21ના રોજ સામુહિક રાજીનામા આપવની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...