બોટાદ થી ગઢડા જવા માટેનો રોડ ગોરડકા સુધી હાલ બિસમાર હાલતમાં હોય છેલ્લા ઘણા મહિનાઓથી વાહન ચાલકો બિસમાર રોડ રસ્તાના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા હતા. ત્યારે રોડ બનાવવા છેલ્લા ઘણા મહિનાઓથી જાહેર જનતા સોશિયલ મીડિયા હોય કે જવાબદાર અધિકારીને મૌખિક રજૂઆતથી રોડ બનાવવા કરવામાં આવતી પણ રોડની ટેન્ડર થઈ ગયું છે. કામ શરૂ થઈ જશે આવા પોકળ વાયદા જ સાંભળવા મળતા હતા. બિસ્માર રોડ રસ્તાના કારણે નાના મોટા અકસ્માતનો લોકોને ભોગ પણ બનવું પડ્યું હતું. પણ આંખ આડા કાન રાખી બેઠા આ અધિકારીઓ કે સરકાર સુધી વાત પહોંચતી નહિ અને અંતે એજન્સીને કામ આપી દીધું અને રોડનું કામ શરૂ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો અને મનમાં ને મન હવે બિસમાર રોડ માંથી છુટકારો મળશે તેવી ખુશી વ્યક્ત કરતા હતા.
બોટાદ- ગઢડા હાઇવે પર રોડની નબળી કામગીરીથી લોકોમાં રોષ
રોડનું કામ શરૂ થતાં લોકોમાં આનંદ હતો, પણ આ આનંદ જાણે થોડા સમય પૂરતો હોય તેવું હાલ લોકોની ફરિયાદ પરથી લાગી રહ્યું છે. કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે બનનાર રોડમાં નબળી કામગીરી થતી હોય તેવા હાલ લોકો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ ઉભો થાય છે કે વિભાગના અધિકારી અને એન્જીનીયર કેમ ચૂપ છે? શું આ વાતથી અધિકારી કે તંત્ર અજાણ છે કે પછી તેમની મીઠી નજર હેઠળ આ કામ નબળું થઈ રહ્યું છે. તેવા અનેક સવાલો હાલ લોકો ઉઠાવી રહ્યા છે. ત્યારે લોકોનું કહેવું છે કે આ પ્રમાણે કરોડોનો ખર્ચ કરી બનતા આ રોડમાં નબળી ગુણવત્તાના મટીરીયલના કારણે સારો રોડ ન બને અને ટૂંક સમયમાં જ બિસમાર રોડની સ્થતિ સર્જાય શકે છે. ત્યારે તંત્ર અને જવાબદાર અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ પર તટસ્થ તપાસ કરે તેવી લોકોની માગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.