તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યાયની માગણ:રાણપુરના ધારપીપળા ગામે ગૌચરની જમીનનો વિવાદથી પશુપાલકો ચિંતામાં

બોટાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરેન્દ્રનગર જિલ્લા વન વિભાગે જમીનમાં વૃક્ષો ઉછેરવાનો પ્રયાસ કર્યો

રાણપુર તાલુકાના ધારપીપળા ગામે આવેલા સર્વે નંબર 155વાળી ગૌચરની જમીનમાં સુરેન્દ્રનગર ફોરેસ્ટ વિભાગ દ્વારા ખેડાણ કરી રોપા ઉછેરવા વૃક્ષો વાવવાનો પ્રયત્ન કરતા ગામના પશુપાલકોએ વિરોધ કર્યો હતો.

રાણપુર તાલુકાના ધારપીપળા ગામનો સર્વે નંબર 155 અને ગામની જમીન જે ગૌચર છે તે સુરેન્દ્રનગર જિલ્લાના ફોરેસ્ટ દ્વારા ખેડાણ કરી ખાડા કરી રોપડા ઉછેરવા વૃક્ષો વાવવાનો પ્રયત્ન કરતા પશુપાલકો પોતાના પશુઓ ક્યાં ચરાવવા તેને લઈને મૂંઝવણમાં મુકાયા છે. વર્ષોથી આ જમીન ઉપર ગૌચરણ થતું આવ્યું છે ત્યારે મૂંઝાયેલા પશુપાલકોએ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકીને તથા તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન હીરાભાઈ ખાણીયા, તાલુકા પંચાયત ડેલીગેટ ઘનશ્યામભાઈ ધરજીયા, સરપંચના પ્રતિનિધિ તથા તલાટીને જાણ કરાતા સ્થળની મુલાકાત લઈ જાતે માહિતી મળેવી હતી.

આ અંગે વિનોદભાઈએ જણાવ્યું હતું કે આ જમીન ધારપીપળા ગામની છે અને વર્ષોથી ગૌચરમાં વપરાય છે સરકાર જ્યારે ગૌચર બચાવવાની વાત કરે છે ત્યારે સુરેન્દ્રનગર ફોરેસ્ટ વિભાગ દ્વારા આ ખોટું કરી રહ્યા છે આ બાબતે બોટાદ ડી.આર.એલમાંથી જમીન માપણી લાવવામાં આવશે અને ફોરેસ્ટ વિભાગ દ્વારા સુરેન્દ્રનગરથી જમીન માપણી અધિકારી લાવી જમીન મપાવાશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે હાલ તો પશુપાલકો માપણીની રાહ જોઈ ન્યાયની રાહ જોઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...