ધરમ ધક્કા:બોટાદ કોર્ટ કંપાઉન્ડ ખાતે પાસબુક એન્ટ્રી મશીન બંધ

બોટાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટેકનિકલ ખામીના હિસાબે મશીન બંધ
  • એન્ટ્રી ન પડતા વૃદ્ધો ને લોકોને ધરમ ધક્કા

શહેરની સરકારી હાઈસ્કૂલ સામેની કોર્ટ કંપાઊન્ડ શાખાની એસ.બી.આઈ બ્રાન્ચ માં છેલ્લા ઘણા સમયથી પાસબુકમાં એન્ટ્રી પાડવાની કામગીરી બંધ હાલતમાં હોય જેથી પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથોસાથ એસ.બી.આઈ બ્રાન્ચ દ્વારા કોર્ટ કંપાઊન્ડમાં પાસબુકમાં એન્ટ્રી પાડવાનું મશીન મુકવામાં આવેલ છે જે પણ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોય જેને ચાલુ કરવાની તસ્દી લેવામાં આવતી ન હોય જેથી પાસબુકમાં એન્ટ્રી પડાવવા આવનાર ગ્રાહકોમાં કાળો કકળાટ જોવા મળે છે. 

બ્રાન્ચની અંદર પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે એકી સાથે લોકો ગીરદી કરે છે
જેથી  વહેલામાં વહેલી તકે બ્રાંચમાં પાસબુકમાં એન્ટ્રી પાડવાની કામગીરી શરૂ કરવા તેમજ બહારનું પાસબુક નું મશીન શરૂ કરવા ગ્રાહકો દ્વારા માંગ કરાઈ રહી છે.
આ બાબતે એસ.બી.આઇ.ના બ્રાન્ચ મેનેજર અશોક પ્રસાદ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે બહાર મુકવામાં આવેલ પાસબુક નુ મશીન ટેકનિકલ ખામીના હિસાબે બંધ હાલતમાં છે આવતા સપ્તાહમાં સોમ મંગળવારે બહારથી એન્જિનિયર આવશે એટલે ચાલુ થઇ જશે. જ્યારે બ્રાન્ચની અંદર પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે એકી સાથે લોકો ગીરદી કરે છે .જેમા થાય છે જેથી સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી અને બ્રાંચમાં અંદર એટલી જગ્યા પણ છે નહીં જેથી બ્રાન્ચ ની અંદર પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે થોડો ટાઈમ લાગશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...