બોટાદ જિલ્લાના રોજગાર ઇચ્છુકોને માટે બોટાદ LIC ખાતે એડવાઇઝરની જગ્યા માટે ભરતી કરવામાં આવશે. તે માટે 18થી 45 વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-10 પાસની શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે. ઉમેદવારોએ અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા જિલ્લા રોજગાર વિનિમય કચેરીમાં 9 માર્ચે સવારે 11 વાગ્યે ઉપસ્થિત થવાનું રહેશે.
ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. અનુંબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લિંક https://anubandham.gujarat.gov.in/account/signup છે. તેના પરથી નોંધણી કરી શકાશે.
નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ-ઈન કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લિક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરીના કોલસેન્ટર નંબર 6357390390 મારફત સંપર્ક સાધવા જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.