હનુમાન જયંતી મહોત્સવની ઉજવણી:સાળંગપુરમાં હાથી પર પંચમુખી હનુમાનજીની શોભાયાત્રા નીકળી

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગજરાજ સાથે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. - Divya Bhaskar
ગજરાજ સાથે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.
  • હજારો બહેનોએ દાદા માટે અભિષેકનું જળ મસ્તક પર ધારણ કર્યું
  • 251 ભક્તોએ સાફા ધારણ કર્યા, 108 બાળકોએ વિજયી ધ્વજ લહેરાવ્યો

બરવાળા તાલુકાના સાળંગપુર ગામે આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી કષ્ભંજનદેવ હનુમાનજી મંદીર ખાતે હનુમાન જયંતી મહોત્સવના પવિત્ર પ્રસંગે પંચમુખી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા શ્રી નારાયણકુંડ થી મંદિરના પરિસર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા.15-4-22ને શુક્રવારના રોજ સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી અને વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં શ્રી હનુમાન જયંતી મહોત્સવ પવિત્ર પ્રસંગે સાંજે 3 થી 7 વાગ્યા સુધી ભવ્ય શોભાયાત્રા શ્રી નારાયણકુંડથી મંદિરના પરિસર સુધી શોભાયાત્રા વાજતે-ગાજતે કાઢવામાં આવી હતી.

આ શોભાયાત્રામાં હાથીની સવારી ઉપર પંચમુખી હનુમાનજી મહારાજની મૂર્તિના દર્શન, હજારો બહેનો ભક્તો દાદા માટે અભિષેકનું જળ મસ્તક પર ધારણ કરી, 251 ભક્તો સાફા ધારણ કરી, 108 બાળકો દાદાના વિજયી ધ્વજને લહેરાવી શોભાયાત્રાને મહેકાવી હતી.

અન્ય સમાચારો પણ છે...