બોટાદ રિઝલ્ટ:બોટાદ જિલ્લા પંચાયતમાં ભાજપને 20 પૈકી 19 બેઠક મળી, કોંગ્રેસને ફક્ત 1 બેઠક મળી

બોટાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 2015માં બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં 60.08 ટકા મતદાન થયું હતુ
  • 2021માં બોટાદ નગરપાલિકાનું 55.24 ટકા અને જિલ્લા પંચાયતનું 59.13 ટકા મતદાન થયું છે

બોટાદ જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લેહરાયો, તો ચાર તાલુકાની તાલુકા પંચાયતો પર ભાજપ પણ ભાજપ નો ભગવો લેહરાયો છે.બોટાદ તાલુકા પંચાયત કુલ 22 સીટો માંથી ભાજપને 15, કોંગ્રેસને 5 અને આમ આદમી ને 2 સીટો મળી..તાલુકા પંચાયત માં ભાજપ નો કબજો. છે.રાણપુર તાલુકા પંચાયત કુલ 18 માથી 16 ભાજપ, 2 કોંગ્રેસ , તાલુકા પંચાયત ભાજપનો ભગવો લેહરાયો છે.ગઢડા તાલુકા પંચાયત ની કુલ 22 માથી 16 ભાજપ, 6 કોંગ્રેસ વિજય, તાલુકા પંચાયત ભાજપનો ભગવો લેહરાયો છે.બોટાદ નગરપાલિકા ની 44 બેઠકોમાંથી 40 ભાજપ અને 4 કોંગ્રેસ...નગરપાલિકા માં ભાજપ નો કબજો, કૉંગ્રેસનો સફાયો થયો છે.બરવાળા નગરપાલિકા ની 24 બેઠકોમાંથી 21 ભાજપ અને 3 કોંગ્રેસ.. નગરપાલિકા માં ભાજપ નો કબજો થયો છે.